ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને વારાણસીમાં કર્યું કાશી-તમિલ સંગમમ 5.0 નું ઉદ્ઘાટન
—કાશી અને તમિલનાડુના સદીઓ જૂના સાંસ્કૃતિક, આધ્યાત્મિક તેમજ શૈક્ષણિક સંબંધોને મળશે નવી મજબૂતાઈ -મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી રહ્યા ઉપસ્થિત વારાણસી, નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.): ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણ
વારાણસીમાં કાશી-તમિલ સંગમમ 5.0 નું ઉદ્ઘાટન કરતા ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન


—કાશી અને તમિલનાડુના સદીઓ જૂના સાંસ્કૃતિક, આધ્યાત્મિક તેમજ શૈક્ષણિક સંબંધોને મળશે નવી મજબૂતાઈ -મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી રહ્યા ઉપસ્થિત

વારાણસી, નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.): ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને, શનિવારે વારાણસીના નમો ઘાટ પર કાશી-તમિલ સંગમમના પાંચમા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે તેમણે ડિજિટલ બટન દબાવીને સમારોહનો શુભારંભ કર્યો. આ અવસરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી પણ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં તમિલનાડુથી આવેલા 250 વિદ્યાર્થીઓના દળએ પણ ભાગ લીધો.

ઉદ્ઘાટન સમારોહ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ, ઉપરાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રીને ગુલાબી મીનાકારીથી નિર્મિત મોરનું સ્મૃતિ ચિહ્ન ભેટ આપીને સન્માનિત કર્યા. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રીએ તમિલનાડુથી આવેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી અને તેમની સાથે સંવાદ કર્યો.

કાશી અને તમિલનાડુ વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને શૈક્ષણિક સંબંધોને વધુ પ્રગાઢ બનાવવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ સંગમમને લઈને નમો ઘાટ પર વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. 28 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી ચાલનાર આ આયોજનમાં તમિલનાડુથી સાત અલગ-અલગ સમૂહોમાં કુલ 1,750 પ્રતિનિધિઓ વારાણસી પહોંચશે.

આ વર્ષે કાશી-તમિલ સંગમમની થીમ મહાન તમિલ કવિ અને દાર્શનિક તિરુવલ્લુવરની કાળજયી રચના 'તિરુક્કુરલ' પર કેન્દ્રિત છે. આયોજનના માધ્યમથી દેશભરના યુવાનો અને વિદ્યાર્થીઓને તમિલ ભાષા, સાહિત્ય અને તિરુક્કુરલમાં રહેલા નૈતિક તેમજ જીવન મૂલ્યોથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, તિરુવલ્લુવર દ્વારા રચિત તિરુક્કુરલમાં કુલ 1,330 દોહા છે. આ મહાન ગ્રંથમાં નૈતિકતા, સદાચાર, માનવીય વ્યવહાર, સામાજિક જીવન અને જીવન મૂલ્યો સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યા છે. કાશી-તમિલ સંગમમના માધ્યમથી આ વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવાની સાથે જ દેશની વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ વચ્ચે સંવાદ તેમજ પરસ્પર જોડાણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીના જણાવ્યા અનુસાર, આ જ ઉદ્દેશ્યથી દેશની 1,380 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 'તિરુક્કુરલ અભ્યાસ' નામથી સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. તેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને 10 હજાર રૂપિયાની ઇન્ટર્નશીપ પ્રદાન કરવામાં આવશે. પ્રત્યેક સંસ્થાનમાંથી એક વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવશે, જે પોતાના સંસ્થાનના અન્ય વિદ્યાર્થીઓને પણ તિરુક્કુરલની સાહિત્યિક અને સાંસ્કૃતિક મહત્તાથી પરિચિત કરાવશે.

સંગમમ અંતર્ગત તમિલનાડુથી 50 શિક્ષકોનું દળ પણ વારાણસી, પ્રયાગરાજ અને અયોધ્યાની વિવિધ શાળાઓ અને કોલેજોની મુલાકાત લેશે. આ દરમિયાન શિક્ષકો વિદ્યાર્થીઓને તમિલ ભાષા, સાહિત્ય અને પ્રાચીન ગ્રંથ તિરુક્કુરલ વિશે જાણકારી આપશે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીધર ત્રિપાઠી / ડૉ. રાજેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande