સિદ્ધપુર મેળામાં મહિલાનો રૂ. 80 હજાર રોકડ ભરેલો થેલો ગુમ, પોલીસે શોધી પરત કર્યો
પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના કાર્તિક પૂર્ણિમાના મેળામાં છૂટક વેપાર કરતી મહિલાનો રૂ. 80 હજાર રોકડ ભરેલો થેલો ગુમ થતાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. મૂળ અમદાવાદનાં અને હાલ સિદ્ધપુરમાં રહેતાં અર્ચનાબેન હરેશભાઈ રાઠોડ મેળામાં રસ્તાની બાજુમાં પાથરણ
સિદ્ધપુર મેળામાં મહિલાનો રૂ. 80 હજાર રોકડ ભરેલો થેલો ગુમ, પોલીસે શોધી પરત કર્યો


પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના કાર્તિક પૂર્ણિમાના મેળામાં છૂટક વેપાર કરતી મહિલાનો રૂ. 80 હજાર રોકડ ભરેલો થેલો ગુમ થતાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. મૂળ અમદાવાદનાં અને હાલ સિદ્ધપુરમાં રહેતાં અર્ચનાબેન હરેશભાઈ રાઠોડ મેળામાં રસ્તાની બાજુમાં પાથરણું પાથરી વેપાર કરતા હતા. વેપારમાંથી મળેલી રૂ. 80 હજારની રોકડ તેમણે થેલામાં રાખી હતી, પરંતુ થેલો ગુમ થઈ ગયો હતો. આ અંગે મેળામાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી.

બનાસકાંઠા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચના મુજબ મિલકત સંબંધિત ગુનાઓ શોધવા ચાલી રહેલી કામગીરીના ભાગરૂપે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ઝાલાની આગેવાનીમાં પોલીસ ટીમે આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી.

પોલીસની મહેનતથી રોકડ રકમ ભરેલો થેલો શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ ‘તેરા તુજ કો અર્પણ’ અભિયાન અંતર્ગત રૂ. 80 હજારની રોકડ સાથેનો થેલો અર્ચનાબેન રાઠોડને પરત સોંપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ઝાલા, એ.એસ.આઈ. ગણપતસિંહ હઠેસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશસિંહ ગુલાબજીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. મહિલાએ પોલીસની કામગીરીની સરાહના કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande