પાટણ : વર્લ્ડ બેંકના પ્રતિનિધિ મંડળે સમોડા અને કોટાવડ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક સુવિધાઓની સમીક્ષા કરી
પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લામાં સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત વર્લ્ડ બેંકના પ્રતિનિધિ મંડળે સમોડા અને કોટાવડ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન.બી. ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મુલાકાત દરમિયાન શાળાઓમાં
વર્લ્ડ બેંકના પ્રતિનિધિ મંડળે સમોડા અને કોટાવડ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક સુવિધાઓની સમીક્ષા કરી


વર્લ્ડ બેંકના પ્રતિનિધિ મંડળે સમોડા અને કોટાવડ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક સુવિધાઓની સમીક્ષા કરી


વર્લ્ડ બેંકના પ્રતિનિધિ મંડળે સમોડા અને કોટાવડ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક સુવિધાઓની સમીક્ષા કરી


વર્લ્ડ બેંકના પ્રતિનિધિ મંડળે સમોડા અને કોટાવડ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક સુવિધાઓની સમીક્ષા કરી


પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લામાં સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત વર્લ્ડ બેંકના પ્રતિનિધિ મંડળે સમોડા અને કોટાવડ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન.બી. ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મુલાકાત દરમિયાન શાળાઓમાં ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ, શાળા વિકાસની કામગીરી, શિક્ષણની ગુણવત્તા અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી. વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ ડિએગો અને સત્યનારાયણ પાંડા સહિતના સભ્યોએ શાળાઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિ મંડળે અધિકારીઓ અને શિક્ષકો સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ, શાળાઓના સર્વાંગી વિકાસ, ઉપલબ્ધ સંસાધનોના અસરકારક ઉપયોગ અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર શિક્ષા, ગાંધીનગરના એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર રવિ ડોબરીયા, GCERTના રીડર દેવદત્ત પંડ્યા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.બી. મકવાણા, બી.આર.સી. કો-ઓર્ડિનેટર મીનાબેન પટેલ, બીટ કેળવણી નિરીક્ષક સુખદેવ જોશી સહિત રાજ્ય અને જિલ્લા કક્ષાના અધિકારીઓ, સી.આર.સી. કો-ઓર્ડિનેટરો, શાળાના આચાર્યો તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

મુલાકાત દરમિયાન બંને શાળાઓની વર્તમાન સ્થિતિ, વિકાસની સંભાવનાઓ અને શિક્ષણની ગુણવત્તામાં વધુ સુધારો લાવવા માટે જરૂરી બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે સમોડા પ્રાથમિક શાળાના આચાર્ય અનિલ પટેલે ઉપસ્થિત મહેમાનો અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન સી.આર.સી. કો-ઓર્ડિનેટર ભરત દેસાઈ અને શિક્ષક નિલેશ શ્રીમાળીએ કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande