શક્તિપીઠ અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણો દૂર કરાયાં
બનાસકાંઠા, 28 નવેમ્બર (હિ.સ.) : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સ્થળોએ થયેલાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંબાજી મંદિરના શક્તિદ્વાર પાસે અંડરપાસની કામગીરીને પગલે વહીવટી તંત્રની
ambaji-ma-dabano-door-karaya


ambaji-ma-dabano-door-karaya


બનાસકાંઠા, 28 નવેમ્બર (હિ.સ.) :

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સ્થળોએ થયેલાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંબાજી મંદિરના શક્તિદ્વાર પાસે અંડરપાસની કામગીરીને પગલે વહીવટી તંત્રની હાજરીમાં દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા.આ કામગીરી દરમિયાન ગ્રામ પંચાયત હસ્તકની જગ્યા સહિત અન્ય સ્થળોએ થયેલાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. રેવન્યુ સર્વે નંબર 8 પૈકી એક તથા સ્પોર્ટ્સ સંકુલને લગતી જગ્યા પણ ખુલ્લી કરવામાં આવી હતી. આ ઉપરાંત સર્વે નંબર 20 અને 12 તરફ જતા માર્ગ ઉપરનાં દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. રસ્તા ઉપરનાં છૂટક દબાણો પણ હટાવવામાં આવતાં વાહનવ્યવહાર અને અવરજવર માટે માર્ગ ખુલ્લો બન્યો છે.આગામી સમયમાં કૈલાશ ડાઇનિંગ હોલથી આપેશ્વર મહાદેવ મંદિર સુધી નવો વૈકલ્પિક માર્ગ શરૂ કરવામાં આવશે, જેના કારણે સ્થાનિકો તેમજ યાત્રિકોને અવરજવરમાં સુવિધા મળશે. શક્તિ કોરિડોર પ્રોજેક્ટની કામગીરીને વેગ આપવા માટે તંત્ર દ્વારા માર્ગમાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ અંગે અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરી સંજયભાઈ જોષીએ જણાવ્યું હતું કે અગાઉ રબારી ગોળીયા વિસ્તારમાંથી દૂર કરવામાં આવેલા દબાણદારોને આગામી સમયમાં પ્લોટની ફાળવણી કરવામાં આવશે. શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત અંબાજીના માળખાકીય વિકાસ અને માર્ગ સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં આ કામગીરી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande