રાજકોટ મનપાની દિવાળી ભેટ: ભાઈબીજે મહિલાઓ માટે સિટી બસ સેવા નિઃશુલ્ક, સોમવારે ઝૂ પણ ખુલ્લું રહેશે
ભાઈબીજના દિવસે બહેનો તમામ રૂટ પર મફત મુસાફરી કરી શકશે, જ્યારે પ્રદ્યુમન પાર્ક ઝૂ સોમવારની રજાના દિવસે પણ પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવા નિર્ણય રાજકોટ, 08 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના નાગરિકો મ
રાજકોટ સિટીબસ


ભાઈબીજના દિવસે બહેનો તમામ રૂટ પર મફત મુસાફરી કરી શકશે, જ્યારે પ્રદ્યુમન પાર્ક ઝૂ સોમવારની રજાના દિવસે પણ પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવા નિર્ણય

રાજકોટ, 08 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના નાગરિકો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ભાઈબીજના પવિત્ર તહેવાર નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ મહિલાઓ માટે સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા સંપૂર્ણપણે ફ્રી રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, તહેવારોના દિવસોમાં પ્રવાસીઓનો ઘસારો ધ્યાને રાખીને પ્રદ્યુમન પાર્ક ઝૂ સામાન્ય રીતે બંધ રહેતા સોમવારે પણ ખુલ્લું રાખવાનો નિર્ણય કરાયો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, 11 નવેમ્બરને બુધવારના રોજ ભાઈબીજના દિવસે મહિલાઓ અને બહેનો રાજકોટના કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફ્રી મુસાફરી કરી શકશે. બહેનો પોતાના ભાઈના ઘરે સરળતાથી અને વિનામૂલ્યે પહોંચી શકે તે હેતુથી તંત્ર દ્વારા આ ખાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે. મહિલાઓ માટે બસ સેવા બુધવારે પૂરો દિવસ નિઃશુલ્ક રહેશે, જેનો લાભ શહેરની હજારો મહિલા મુસાફરો લઈ શકશે.

બીજી તરફ, મહિલાઓ માટે મુસાફરી ફ્રી રાખવામાં આવી હોવા છતાં પુરુષ મુસાફરો માટે નિયમો યથાવત રહેશે. ભાઈબીજના દિવસે મુસાફરી કરતા પુરુષોએ રાબેતા મુજબ નક્કી કરેલા દર અનુસાર ટિકિટ ખરીદવાની રહેશે. આ દિવસે બસ સેવામાં મુસાફરોનો ધસારો વધવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા ટ્રાન્સપોર્ટ સેવાઓ સુચારુ રીતે ચાલે તે માટે જરૂરી વ્યવસ્થાઓ પણ ગોઠવી દેવામાં આવી છે.

દિવાળીની રજાઓમાં રાજકોટના જાણીતા પ્રદ્યુમન પાર્ક પ્રાણીસંગ્રહાલયની મુલાકાતે આવતા નાગરિકો અને બાળકો માટે પણ તંત્રએ રાહત આપી છે. સામાન્ય રીતે દર સોમવારે ઝૂ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવતું હોય છે, પરંતુ દિવાળીના તહેવારોને ધ્યાને લઈને 9 નવેમ્બરના સોમવારે ઝૂ ખુલ્લું રાખવામાં આવશે. જેથી રજાઓની મજા માણવા માંગતા પરિવારો અને બાળકો આ સુવિધાનો પૂરતો લાભ લઈ શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande