પાટણમાં દિવાળીના શુભ મુહૂર્તે વેપારીઓએ કર્યું ચોપડા પૂજન
પાટણ, 08 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના પાવન પર્વ નિમિત્તે પાટણ શહેરમાં વેપારીઓ દ્વારા પરંપરાગત રીતે ચોપડા પૂજન અને શારદા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ પંચાંગના વર્ષના અંતિમ દિવસે વેપારીઓએ શુભ મુહૂર્તમાં પોતાની દુકાનો અને પેઢીઓમાં શાસ્ત્રોક
પાટણમાં દિવાળીના શુભ મુહૂર્તે વેપારીઓએ કર્યું ચોપડા પૂજન.


પાટણમાં દિવાળીના શુભ મુહૂર્તે વેપારીઓએ કર્યું ચોપડા પૂજન.


પાટણ, 08 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના પાવન પર્વ નિમિત્તે પાટણ શહેરમાં વેપારીઓ દ્વારા પરંપરાગત રીતે ચોપડા પૂજન અને શારદા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ પંચાંગના વર્ષના અંતિમ દિવસે વેપારીઓએ શુભ મુહૂર્તમાં પોતાની દુકાનો અને પેઢીઓમાં શાસ્ત્રોક્ત વિધિથી હિસાબી ચોપડાનું પૂજન કરી નવા નાણાકીય વર્ષની શરૂઆત માટે તૈયારીઓ કરી હતી. આ પ્રસંગે સરસ્વતી દેવી અને મહાલક્ષ્મી માતાની પૂજા-અર્ચના કરી સુખ, સમૃદ્ધિ અને ધંધામાં પ્રગતિ માટે આશીર્વાદ મેળવ્યા હતા.

આ નિમિત્તે શહેરના મુખ્ય બજારોમાં આવેલી સ્ટેશનરીની દુકાનો પર વેપારીઓની ખરીદી માટે અવરજવર જોવા મળી હતી. વેપારીઓએ અગાઉથી બુક કરાવેલા હિસાબી ચોપડા, ખાતાવહી, રજિસ્ટર, પંચાંગ અને ડાયરી સહિતની સામગ્રી ખરીદી હતી. વેપારી પેઢીઓમાં નવા વર્ષના હિસાબ માટે જરૂરી ચોપડાઓને સુંદર રીતે શણગારી પૂજનની તૈયારીઓ પણ કરવામાં આવી હતી.

પરંપરા મુજબ વેપારીઓ અને પેઢી સંચાલકોએ જૂના વર્ષના હિસાબો પૂર્ણ કરી શુભ મુહૂર્તમાં નવા ચોપડાનું પૂજન કર્યું હતું. શહેરનાં વિવિધ બજારો અને વેપારી સંસ્થાઓમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. ચોપડા પૂજનની આ પરંપરા વેપારીઓ માટે માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ નવા વર્ષમાં વ્યવસાયની નવી શરૂઆત, પ્રગતિ અને આર્થિક સમૃદ્ધિની શુભકામનાઓનું પ્રતીક પણ બની રહી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande