દિવાળીના તહેવારને લઈ પોરબંદર મહાનગરપાલિકાનો ફાયર વિભાગ સજ્જ
પોરબંદર, 08 નવેમ્બર (હિ.સ) : દિવાળીના પર્વ દરમિયાન શહેરમાં નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે અને ફટાકડાના કારણે આગજની કે અન્ય કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક અસરથી બચાવ અને રાહત કામગીરી હાથ ધરી શકાય તે હેતુથી પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી
દિવાળીના તહેવારને લઈ પોરબંદર મહાનગરપાલિકાનો ફાયર વિભાગ સજ્જ


દિવાળીના તહેવારને લઈ પોરબંદર મહાનગરપાલિકાનો ફાયર વિભાગ સજ્જ


દિવાળીના તહેવારને લઈ પોરબંદર મહાનગરપાલિકાનો ફાયર વિભાગ સજ્જ


પોરબંદર, 08 નવેમ્બર (હિ.સ) : દિવાળીના પર્વ દરમિયાન શહેરમાં નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે અને ફટાકડાના કારણે આગજની કે અન્ય કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક અસરથી બચાવ અને રાહત કામગીરી હાથ ધરી શકાય તે હેતુથી પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા ચોવીસ કલાકની સતત કામગીરી માટે સ્ટાફની અલગ-અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે.

આ અંગે પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગના ફાયર ઓફિસર અભય મહેતાએ જણાવ્યું હતું કે, દિવાળીના દિવસે તા. 08/11/2026ના રોજ સવારે 7:00કલાકથી તા. 09/11/2026ના રોજ સવારે 7:00 કલાક સુધી ફાયર વિભાગનો તમામ સ્ટાફ સ્ટેન્ડબાય રહેશે. આ સમગ્ર સમયગાળા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની આગજની, ફટાકડાના કારણે આગ લાગવાની ઘટના કે અન્ય કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય તો તાત્કાલિક પહોંચી શકાય તે માટે ટીમોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ આયોજન અંતર્ગત સવારે 7:00 કલાકથી રાત્રે 19:00 કલાક સુધીની મોર્નિંગ શિફ્ટમાં એક ટીમ ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવશે, જ્યારે બીજી એક ટીમ ફાયર સ્ટેશન ખાતે તૈનાત રહેશે. તેવી જ રીતે રાત્રે 19:00 કલાકથી બીજા દિવસે સવારે 7:00 કલાક સુધીની નાઈટ શિફ્ટમાં એક ટીમ ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે અને પાંચ ટીમ ફાયર સ્ટેશન ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવશે. આમ, દિવસ અને રાત્રિ દરમિયાન અલગ-અલગ શિફ્ટમાં ફાયર વિભાગના કર્મચારીઓ સતત ફરજ પર હાજર રહી ઇમરજન્સી કોલ મળતાં જ તાત્કાલિક કાર્યવાહી કરી શકશે. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા, દીવા અને મીણબત્તી પ્રગટાવવા તેમજ અન્ય ઉજવણીની પ્રવૃત્તિઓને કારણે આગ લાગવાની સંભાવના રહેતી હોય છે. આવી પરિસ્થિતિમાં જાનમાલનું નુકસાન અટકાવવા માટે ફાયર વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને શહેરના રહેણાક વિસ્તારો, બજારો અને જાહેર સ્થળોએ કોઈ અનિચ્છનીય બનાવ બને તો સમયસર ફાયર ટીમ પહોંચી શકે તે માટે આ વ્યવસ્થા મહત્વપૂર્ણ સાબિત થશે.

ફાયર ઓફિસર અભય મહેતાએ નાગરિકોને દિવાળીના પર્વ દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, ફટાકડા ખુલ્લી અને સુરક્ષિત જગ્યાએ જ ફોડવા, જ્વલનશીલ પદાર્થો નજીક ફટાકડા ફોડવાનું ટાળવું, બાળકો ફટાકડા ફોડે ત્યારે વડીલોએ તેમની સાથે હાજર રહેવું તેમજ ફટાકડા ફોડ્યા બાદ સળગતા અવશેષો અંગે ખાસ તકેદારી રાખવી. ઘરમાં દીવા કે મીણબત્તી પ્રગટાવતી વખતે પડદા, કાગળ કે અન્ય જ્વલનશીલ વસ્તુઓથી દૂર રાખવા અને આગ બુઝાવવા માટે પાણી કે રેતીની વ્યવસ્થા રાખવી જોઈએ. આ ઉપરાંત કોઈપણ સ્થળે આગજનીનો બનાવ બને અથવા ઇમરજન્સીની પરિસ્થિતિ સર્જાય તો ગભરાયા વિના તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande