

- રાજ્યપાલએ પરિવારજનો સાથ ગોળ તેમજ લીલો ચારો ખવડાવી આત્મીયતાથી કરી ગૌમાતાની સેવા
ગાંધીનગર, 08 નવેમ્બર (હિ.સ.) : પ્રકાશના પર્વ દિવાળીના શુભ અવસરે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને ગૌસેવાની પવિત્ર પરંપરાને મૂર્તિમંત કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સેક્ટર-૩૦ ખાતે આવેલી ગૌશાળાની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે લેડી ગવર્નર દર્શના દેવીજી, તેમની પુત્રવધૂ કવિતાજી તેમજ પૌત્ર આર્યમન પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલએ પરિવારજનો સાથે ગૌશાળા ખાતે ગૌમાતાને પ્રેમપૂર્વક ગોળ અને લીલો ચારો ખવડાવીને ગૌસેવાની ઉત્તમ ભાવના વ્યક્ત કરી હતી.
મુલાકાત દરમિયાન રાજ્યપાલએ ગૌશાળાના સંચાલકો પાસેથી ગૌશાળાની વર્તમાન વ્યવસ્થાઓ, ગૌવંશના આરોગ્ય, યોગ્ય આહાર, નિભાવ અને સ્વચ્છતા સંબંધિત વિવિધ વિગતો મેળવી હતી.
દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને ગૌ સંવર્ધનના આગ્રહી એવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગૌશાળામાં રહેલા ગૌવંશની યોગ્ય સંભાળ લેવા તેમજ ગૌમૂત્ર અને છાણનો ખાતર તરીકે કાર્યક્ષમ ઉપયોગ કરવા અંગે સંચાલકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ