રાજકોટમાં રાષ્ટ્રીય સરસ મેળાનું ભવ્ય સમાપન: રૂ. 5.12 કરોડનું વિક્રમી વેચાણ
મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારના સંકલ્પ સાથે યોજાયેલા મેળાથી ૧૬૪ પરિવારોની દિવાળી બની ખુશહાલ. રાજકોટ, 08 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના રેસકોર્સ ખાતે ગુજરાત લાઇવલીહૂડ મિશન અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના સરસ મેળાનું જિલ્લા પંચ
રાજકોટમાં સરસ મેળાનું સમાપન


- મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારના સંકલ્પ સાથે યોજાયેલા મેળાથી ૧૬૪ પરિવારોની દિવાળી બની ખુશહાલ.

રાજકોટ, 08 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના રેસકોર્સ ખાતે ગુજરાત લાઇવલીહૂડ મિશન અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના સરસ મેળાનું જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયાના હસ્તે ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. તા. ૨૫ ઓક્ટોબરથી ૫ નવેમ્બર દરમિયાન યોજાયેલા આ મેળામાં દેશભરના સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ થકી કુલ રૂ. ૫.૧૨ કરોડનો વિક્રમી વ્યાપાર નોંધાયો હતો, જેનાથી ૧૬૪ પરિવારોની આર્થિક સમૃદ્ધિ વધી હતી.

દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને સખી મંડળોની બહેનો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલા, હેન્ડીક્રાફ્ટ અને ઘરવપરાશની ઉત્કૃષ્ટ વસ્તુઓને રાજકોટની જનતા તરફથી બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. બહેનોની કાબેલિયત અને સર્જનાત્મકતાને કારણે નોંધાયેલા આ જંગી વેચાણથી તેમને આર્થિક લાભ મળવાની સાથે પોતાના ઉત્પાદનોની ગુણવત્તા અને બજારક્ષમતાને વધુ વિકસાવવાની સુવર્ણ તક પણ પ્રાપ્ત થઈ હતી.

મહિલાઓને આધુનિક બજાર સાથે જોડવાના હેતુથી મેળા દરમિયાન ડિજિટલ પ્લેટફોર્મ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ અંતર્ગત રાજકોટ જિલ્લાના ૪૩ સ્વસહાય જૂથોનું ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ અર્થાત ONDC પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા બહેનોના ઉત્પાદનો હવે વૈશ્વિક સ્તરે ડિજિટલ માધ્યમથી વિશાળ બજાર સુધી સરળતાથી પહોંચી શકશે.

મેળામાં માત્ર વેચાણ જ નહીં પરંતુ મહિલાઓના સર્વાંગી વિકાસ પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ પર મહિલાઓ માટે વિશેષ આરોગ્ય તપાસણી કેમ્પ યોજવાની સાથે માર્કેટિંગ, પ્રોડક્ટ ડિસ્પ્લે અને ગ્રાહકો સાથે સંવાદ સાધવાની તાલીમ અપાઈ હતી. ઉપરાંત, ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરીને ઊંચા ભાવ મેળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ચાર ફૂડ કોર્ટ માટે એફ.એસ.એસ.એ.આઈ. (FSSAI) લાયસન્સ પણ મેળવાયા હતા.

સમાપન સમારોહ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સ્ટોલધારકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મેળામાં સર્વોચ્ચ વેચાણ કરનાર અને આકર્ષક પ્રોડક્ટ ડિસ્પ્લે રજૂ કરનાર પ્રથમ ત્રણ ક્રમના સ્પર્ધકોને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા, જેમાં જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ ઉપસ્થિત રહી કાર્ય સફળ બનાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande