પોરબંદર : મેયર સાગરભાઈ મોદીએ મહાનગરપાલિકાની મહિલા કર્મચારીઓ દ્વારા તૈયાર કરાયેલી સ્વચ્છતાની રંગોળીને નિહાળી અભિનંદન પાઠવ્યા
પોરબંદર, 08 નવેમ્બર (હિ.સ.) : દિવાળી અને નૂતન વર્ષના પાવન તહેવારોની ઉજવણીના ભાગરૂપે પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે મહાનગરપાલિકામાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ દ્વારા આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી. રંગબેરંગી રંગોળી દ્વારા મહિલા
મેયર  સાગરભાઈ  મોદીએ મ હાનગરપાલિકાની  મહિલા  કર્મચારીઓ દ્વારા તૈયાર  કરાયેલી સ્વ ચ્છતાની રંગોળીને  નિહાળી  અભિનંદન  પાઠવ્યા.


મેયર  સાગરભાઈ  મોદીએ મ હાનગરપાલિકાની  મહિલા  કર્મચારીઓ દ્વારા તૈયાર  કરાયેલી સ્વ ચ્છતાની રંગોળીને  નિહાળી  અભિનંદન  પાઠવ્યા.


મેયર  સાગરભાઈ  મોદીએ મ હાનગરપાલિકાની  મહિલા  કર્મચારીઓ દ્વારા તૈયાર  કરાયેલી સ્વ ચ્છતાની રંગોળીને  નિહાળી  અભિનંદન  પાઠવ્યા.


પોરબંદર, 08 નવેમ્બર (હિ.સ.) : દિવાળી અને નૂતન વર્ષના પાવન તહેવારોની ઉજવણીના

ભાગરૂપે પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે મહાનગરપાલિકામાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ

દ્વારા આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી. રંગબેરંગી રંગોળી દ્વારા મહિલા

કર્મચારીઓએ તહેવારોની ખુશી સાથે સ્વચ્છતાનો સુંદર સંદેશ આપ્યો હતો. મહાનગરપાલિકાની

વિવિધ શાખાઓમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓએ ઉત્સાહભેર આ સર્જનાત્મક પ્રવૃત્તિમાં

ભાગ લીધો હતો. જેમાં બાંધકામ (એન્જિનિયરિંગ) શાખામાંથી ક્રિષ્ના દિનેશભાઈ કોટિયા, વિશાખા કિશનભાઈ મોઢા, સાહેબા સાટી, ત્રિવેદી રૂચિ વિનુભાઈ, વાઢિયા આરતી ભુપતભાઈ અને ખુટી કિરણ

અરભમભાઈ સહિત વહીવટી શાખા તેમજ સ્વચ્છ ભારત મિશન (એસબીએમ) વિભાગ સાથે સંકળાયેલા

કર્મચારીઓએ સહભાગી બની રંગોળી દ્વારા સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો હતો. આ

પ્રવૃત્તિના માધ્યમથી તહેવારોની ઉજવણીની સાથે મહાનગરપાલિકા કચેરી તેમજ આસપાસના

પરિસરમાં સ્વચ્છતા જાળવવા,

સ્વચ્છતાને જીવનશૈલીનો ભાગ બનાવવા અને

નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. મહિલા કર્મચારીઓની

આ સર્જનાત્મક પહેલથી તહેવારના માહોલમાં સ્વચ્છતા અને સામૂહિક સહભાગિતાનો સુંદર

સંદેશ પ્રસર્યો હતો. આ પ્રસંગે મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીએ નાયબ મ્યુનિસિપલ

કમિશનર કિશન બી. ગરસર સાથે મહિલા કર્મચારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘સ્વચ્છતા

હી સેવા’ની રંગોળીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મહિલા કર્મચારીઓની સર્જનાત્મક

કામગીરીને બિરદાવી હતી અને તહેવારોની ઉજવણીની સાથે સ્વચ્છતાનો સંદેશ લોકો સુધી

પહોંચાડવા બદલ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande