
નવી દિલ્હી, 08 નવેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી દીપાવલીનો પર્વ સુરક્ષા દળોના જવાનો સાથે ઉજવશે. તેઓ દર વર્ષની જેમ આ વખતે છત્તીસગઢના બસ્તરમાં જવાનો સાથે દીપપર્વની ખુશીઓ વહેંચશે. તેમણે આજે સવારે એક્સ પર આ માહિતી આપી.
વડાપ્રધાન મોદીએ પોસ્ટમાં લખ્યું, દીપાવલીના પાવન અવસર પર બસ્તર જઈ રહ્યો છું. કાલ સુધી જ્યાં નક્સલવાદીઓનો કહેર હતો, ત્યાં આજે વિકાસની બહાર છે. વીર જવાનો, તેમના બલિદાન, ત્યાગ અને તપસ્યાને નમન કરવા જઈ રહ્યો છું.
આ પહેલા વડાપ્રધાન મોદીએ દીપાવલીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સૌના જીવનમાં સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરી હતી. વડાપ્રધાને લખ્યું, સૌને દિવાળીની શુભેચ્છાઓ! દેશભરમાં રહેતા મારા તમામ પરિવારજનોને દિવાળીની અસીમ શુભેચ્છાઓ.
નોંધનીય છે કે, કાર્તિક અમાસના અવસર પર આજે દેશભરમાં દીપાવલી ઉજવવામાં આવી રહી છે. ઘરો અને મંદિરોને દીવાઓથી શણગારવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ