રક્ષામંત્રી રાજનાથ સિંહે, શેરેથાંગમાં વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ગંગટોક (સિક્કિમ), નવી દિલ્હી, 08 નવેમ્બર (હિ.સ.). રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે તેમના પ્રાદેશિક પ્રવાસ દરમિયાન ભારત-ચીન સરહદીય ક્ષેત્રમાં આવેલા સિક્કિમના શેરેથાંગની મુલાકાત લીધી. તેઓ સેનાના હેલિકોપ્ટરથી શેરેથાંગ સ્થિત હેલિપેડ પર ઉતર્યા. આ પ્રસંગે ગ
રક્ષામંત્રી રાજનાથ સિંહે, શેરેથાંગમાં વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


ગંગટોક (સિક્કિમ), નવી દિલ્હી, 08 નવેમ્બર (હિ.સ.). રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે તેમના પ્રાદેશિક પ્રવાસ દરમિયાન ભારત-ચીન સરહદીય ક્ષેત્રમાં આવેલા સિક્કિમના શેરેથાંગની મુલાકાત લીધી. તેઓ સેનાના હેલિકોપ્ટરથી શેરેથાંગ સ્થિત હેલિપેડ પર ઉતર્યા.

આ પ્રસંગે ગંગટોકના જિલ્લાધિકારી રોહન અગવાને, વરિષ્ઠ પોલીસ અધિક્ષક ડૉ. છિરિંગ નામગ્યાલ ગ્યાત્સો, ગૃહ વિભાગના સંયુક્ત સચિવ જ્હોન ગુરુંગ તથા ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું.

પ્રવાસ દરમિયાન રક્ષામંત્રી સિંહે શેરેથાંગ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને રાષ્ટ્રની સેવામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે દેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના રક્ષણમાં સૈનિકો દ્વારા પ્રદર્શિત સાહસ અને વીરતાને નમન કર્યું.

આ પછી તેમણે સરહદીય ક્ષેત્રમાં તૈનાત સુરક્ષાકર્મીઓ સાથે વાતચીત કરી તથા કઠિન પરિસ્થિતિઓમાં પણ દેશની સરહદોની સુરક્ષા પ્રત્યે તેમના સમર્પણ અને યોગદાનની પ્રશંસા કરી. તેમણે બાબા હરભજન સિંહ મંદિરના દર્શન કરીને શ્રદ્ધાસુમન પણ અર્પણ કર્યા.

ઉલ્લેખનીય છે કે, રક્ષામંત્રી સિંહે તેમના પ્રવાસના પ્રથમ દિવસે 7 નવેમ્બરના રોજ પશ્ચિમ બંગાળના બાગડોગરા વાયુસેના કેન્દ્રમાં ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને જવાનો સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત, તેમણે સિલીગુડીના સુકનામાં પણ ભારતીય સેનાના જવાનો સાથે વાતચીત કરી હતી.

પ્રવાસના બીજા દિવસે રક્ષામંત્રી સિંહ આજે સવારે સિક્કિમ પહોંચ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / બીશાલ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande