ભાવનગર ડિવિઝનના બોટાદ-ગાંધીગ્રામ સેક્શનમાં સરખેજ SSP (2x25 KV) સફળતાપૂર્વક ચાર્જ
પશ્ચિમ રેલવેના આધુનિકીકરણ અભિયાન અંતર્ગત વિદ્યુત કર્ષણ પ્રણાલી વધુ મજબૂત બની ભાવનગર, 08 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા રેલવે વિદ્યુતીકરણ માળખાને વધુ મજબૂત બનાવવા માટે બોટાદ-ગાંધીગ્રામ સેક્શનમાં આવેલા સરખેજ સબ-સ્ટેશન (SSP) 2x25
સરખેજ SSP (2x25 KV) સફળતાપૂર્વક ચાર્જ


પશ્ચિમ રેલવેના આધુનિકીકરણ અભિયાન અંતર્ગત વિદ્યુત કર્ષણ પ્રણાલી વધુ મજબૂત બની

ભાવનગર, 08 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા રેલવે વિદ્યુતીકરણ માળખાને વધુ મજબૂત બનાવવા માટે બોટાદ-ગાંધીગ્રામ સેક્શનમાં આવેલા સરખેજ સબ-સ્ટેશન (SSP) 2x25 KV ને સફળતાપૂર્વક ઊર્જીકરણ કરવામાં આવ્યું છે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન અને વરિષ્ઠ મંડળ વિદ્યુત ઇજનેર વિજેન્દ્ર કુમાર મીણાના નેતૃત્વમાં આ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે, જેનાથી આ ક્ષેત્રની વિદ્યુત પ્રણાલી વધુ સક્ષમ અને વિશ્વસનીય બનશે.

આ આધુનિક 2x25 KV ટ્રેક્શન પ્રણાલી પરંપરાગત 25 KV પ્રણાલીની સરખામણીએ વધુ વિદ્યુત ક્ષમતા અને ઉત્તમ વોલ્ટેજ નિયંત્રણ પૂરું પાડે છે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ ટેકનોલોજી લાંબા અંતર સુધી અસરકારક વિદ્યુત પુરવઠો સુનિશ્ચિત કરે છે, જે ભારે અને ઝડપી ટ્રેનોના સંચાલનમાં સુધારો કરવા તેમજ ઊર્જા કાર્યક્ષમતા વધારવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે.

સરખેજ SSPનું આ સફળ ચાર્જિંગ ભાવનગર મંડળમાં આધુનિક રેલવે માળખાના વિકાસની દિશામાં એક સીમાચિહ્ન સમાન છે. આનાથી ભવિષ્યની સંચાલન સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ મળશે તથા રેલવે કામગીરી વધુ સુરક્ષિત, ઊર્જા કાર્યક્ષમ અને સુચારુ બનશે, જે રેલવે પ્રબંધનની ઉત્કૃષ્ટ કાર્યશૈલી દર્શાવે છે.

પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ ભારતીય રેલવેના આધુનિકીકરણ અને આધુનિક ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ માટે સતત પ્રતિબદ્ધ છે. સરખેજ સબ-સ્ટેશનનું આ સફળ ઉર્જીકરણ બોટાદ-ગાંધીગ્રામ સેક્શનની સમગ્ર વિદ્યુત કર્ષણ વ્યવસ્થાને મજબૂત કરવા સાથે સમગ્ર રેલવે નેટવર્કની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande