દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમજ તબીબો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ
સુરત, 08 નવેમ્બર (હિ.સ.) : પ્રકાશના પર્વ દીપાવલી અને નૂતન વર્ષની ઉજવણીના સુભગ અવસરે સમગ્ર રાજ્યમાં આરોગ્ય સેવાઓ અવિરત અને સુદ્રઢ બની રહે તે હેતુથી આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને સુરત ખાતેથી રાજ્યભરના આરોગ્ય કમિશનર, આરોગ્ય વિભાગ
स्वास्थ्य मंत्री प्रफुल पानशेरिया


સુરત, 08 નવેમ્બર (હિ.સ.) : પ્રકાશના પર્વ દીપાવલી અને નૂતન વર્ષની ઉજવણીના સુભગ અવસરે સમગ્ર રાજ્યમાં આરોગ્ય સેવાઓ અવિરત અને સુદ્રઢ બની રહે તે હેતુથી આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને સુરત ખાતેથી રાજ્યભરના આરોગ્ય કમિશનર, આરોગ્ય વિભાગની ટીમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ, તમામ સિવિલ હોસ્પિટલોના સુપરિન્ટેન્ડન્ટ્સ તેમજ 108 એમ્બ્યુલન્સ સેવાના વડાઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજાઈ હતી.

મંત્રીએ રાજ્યના તમામ આરોગ્યકર્મીઓ અને તબીબોને પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા આગોતરૂ અને સઘન આયોજન કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

બેઠક દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા એ જણાવ્યું હતું કે, તબીબી વ્યવસાય એ માનવસેવાનો પરમ ધર્મ છે. દીપાવલીના તહેવારો અને વેકેશનના સમયગાળા દરમિયાન રાજ્યમાં કોઈ પણ સ્થળે આકસ્મિક ઘટના કે મેડિકલ ઇમરજન્સી ઊભી થાય ત્યારે દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે અત્યંત જરૂરી છે. આથી, મંત્રીએ તમામ તબીબો અને હેલ્થકેર સ્ટાફને વેકેશનના દિવસોમાં પણ સેવા અને સમર્પણની ભાવના સાથે તત્પર રહેવા અને પોતાની ફરજ પર હાજર રહેવા ખાસ અનુરોધ કર્યો હતો.

મંત્રીએ ઉમેર્યું હતું કે, તહેવારો દરમિયાન ફટાકડાથી દાઝવા, અકસ્માત કે અન્ય આરોગ્ય વિષયક કટોકટીના કિસ્સાઓમાં સમયસર સારવાર મળી રહે તે માટે તમામ હોસ્પિટલોમાં ઇમરજન્સી વોર્ડ, ટ્રોમા સેન્ટર, બ્લડ બેંક અને 108 એમ્બ્યુલન્સ સેવાઓને 24×7 કાર્યરત રાખવા જરૂરી સૂચનાઓ આપી હતી. હોસ્પિટલોમાં તબીબી સ્ટાફ, દવાઓ, એન્ટી-ઇન્ફ્લેમેટરી ઓઈન્ટમેન્ટ્સ અને ઇમરજન્સી વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી છે.

વધુમાં મંત્રી એ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં 108 ઇમરજન્સીની 1,494 એમ્બ્યુલન્સ ગાડીઓ રાત્રિના સમયે સતત કાર્યરત રહેશે. ઇમરજન્સી કોલ્સની સંખ્યા વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને 108 ના કોલ સેન્ટર ખાતે વધુ કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે, આ ઉપરાંત, આરોગ્ય વિભાગના સંકલનથી 108 એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી પરિસ્થિતિ માટે સરકારી હોસ્પિટલોમાં જરૂરી તમામ દવાઓ અને મેડિકલ સ્ટાફની પૂરતી ઉપલબ્ધતા સાથે બર્ન્સ કેસમાં વિશેષ વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande