
ભાવનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.)કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને આજે, ઉમરાળાની સરકારી હાયર સેકન્ડરી સાયન્સ સ્કૂલ ખાતે ADIP યોજના અંતર્ગત દિવ્યાંગજનોને નિઃશુલ્ક સાધન સહાય વિતરણ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં ઉમરાળા તાલુકાના ૯૦ દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.૧૪.૦૪ લાખના ૧૭૭ સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતુ.
ભાવનગર અને બોટાદ જિલ્લામાં પૂર્વ અસેસમેન્ટના આધારે જરૂરિયાતમંદ દિવ્યાંગજનોને સાધનો આપવામાં આવી રહ્યા છે. મોટરાઈઝ્ડ ટ્રાયસિકલ જેવા એક સાધનની કિંમત અંદાજે રૂપિયા ૩૮ હજાર જેટલી થાય છે. વ્હીલચેર, કૃત્રિમ અંગો સહિત કુલ ૧૯ પ્રકારના સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજદિન સુધી જિલ્લામાં ૨૨૦૦થી વધુ દિવ્યાંગજનોને આશરે રૂપિયા ૩ કરોડ ૩૬ લાખના ખર્ચે સાધન સહાય પૂરી પાડવામાં આવી છે.
શિબિરમાં દિવ્યાંગ લાભાર્થીઓને ૧૦ મોટરાઈઝ્ડ ટ્રાઈસાયકલ, ૩૨ ટ્રાઈસાયકલ, ૧૯ વ્હીલચેર, ૧૬ બેસાખી, ૨૭ છડી, ૦૫ સુગમ્ય કેન, ૦૮ રોલેટર, ૧૮ TLM કિટ, ૧૨ BTE ડિજિટલ પ્રકારના શ્રવણ યંત્ર, ૦૨ સી.પી. ચેયર, ૦૯ વોકર તેમજ ૨૦ કૃત્રિમ અંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT