ભાવનગર ભાજપ કાર્યાલય ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંગે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ.
ભાવનગર ,28 ફેબ્રુઆરી (હિ.સ.)ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી ની ઉપસ્થિતિમાં આગમી પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અનુસંધાને Zoom મારફતે વર્ચ્યુઅલ બેઠક
બેઠક યોજાઈ


ભાવનગર ,28 ફેબ્રુઆરી (હિ.સ.)ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી ની ઉપસ્થિતિમાં આગમી પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અનુસંધાને Zoom મારફતે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહાનગર ભાજપના પદાધિકારીઓ, મંડળ પ્રમુખો, મોરચા અધ્યક્ષો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકર્તાઓને વિચારધારાત્મક તેમજ પ્રાયોગિક તાલીમ આપવા માટે આયોજન કરાયેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સંગઠન મહામંત્રીશ્રીએ પ્રશિક્ષણ કાર્યક્રમની રૂપરેખા, સમયસૂચિ અને વિભાગવાર જવાબદારીઓ અંગે માહિતી આપી હતી. તેમણે દરેક મંડળ અને બૂથ સ્તરે કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી. સાથે જ તાલીમ દરમિયાન શિસ્ત, સમયપાલન અને સંગઠન પ્રત્યેની નિષ્ઠા જાળવવા પર ભાર મુક્યો હતો.બેઠકના અંતે તમામ કાર્યકર્તાઓને સંગઠન મજબૂત બનાવવાના સંકલ્પ સાથે કાર્ય કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande