હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા શ્રી ચૈતન્ય મહોત્સવ અને ફૂલોની હોળી ઉજવણી
અમદાવાદ,28 ફેબ્રુઆરી (હિ.સ.) શ્રી ગૌર પૂર્ણિમાના પાવન અવસરે 1 માર્ચ 2026 ના રોજ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં વિવિધ સ્થળોએ શ્રી ચૈતન્ય મહોત્સવ અને ફૂલોની હોળીનું ભવ્ય આયોજન કરવામાં આવશે. પ્રથમ વખત વિવિધ હરે કૃષ્ણ કેન્દ્રો દ્વારા હરિનામ સંકીર્તન
હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા શ્રી ચૈતન્ય મહોત્સવ અને ફૂલોની હોળી ઉજવણી


અમદાવાદ,28 ફેબ્રુઆરી (હિ.સ.) શ્રી ગૌર પૂર્ણિમાના પાવન અવસરે 1 માર્ચ 2026 ના રોજ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં વિવિધ સ્થળોએ શ્રી ચૈતન્ય મહોત્સવ અને ફૂલોની હોળીનું ભવ્ય આયોજન કરવામાં આવશે.

પ્રથમ વખત વિવિધ હરે કૃષ્ણ કેન્દ્રો દ્વારા હરિનામ સંકીર્તન અને પ્રસાદ વિતરણ દ્વારા સમાજના આધ્યાત્મિક ઉન્નતિ માટે વિશાળ ભક્તિપૂર્ણ આયોજન સાથે આ દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

1 માર્ચ કલોલ સ્થિત અંકિત વિદ્યાલય ખાતે શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ પાળખી ઉત્સવ,મહોત્સવ મંડપ ખાતે મહા અભિષેક,પ્રસંગોચિત પ્રવચન,મહા સંકીર્તન સાથે ફૂલોની હોળી અને મહાપ્રસાદ વિતરણ થશે.

જ્યારે અમદાવાદ સૌરાષ્ટ્ર પટેલ સમાજ, મણિનગર ખાતે શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ પાળખી ઉત્સવ,મહોત્સવ મંડપ ખાતે મહા અભિષેક,પ્રસંગોચિત પ્રવચન,મહા સંકીર્તન સાથે ફૂલોની હોળી અને મહાપ્રસાદ વિતરણ થશે.

નિકોલ મંગલ પાંડે પાર્ટી પ્લોટ ખાતે શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ પાળખી ઉત્સવ,મહોત્સવ મંડપ ખાતે મહા અભિષેક,પ્રસંગોચિત પ્રવચન,મહા સંકીર્તન સાથે ફૂલોની હોળી અને મહાપ્રસાદ વિતરણ થશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande