
અમદાવાદ, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. પ્રધાનમંત્રી મોદી અમદાવાદ એરપોર્ટથી સાણંદ જીઆઇડીસી પહોંચ્યા છે. થોડીવારમાં જ માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) સુવિધાનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાણંદ જીઆઇડીસી ખાતે રોડ શો કરશે, જેમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોદી ચેન્નઈ જવા રવાના થશે.
સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા 22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. SSD અને રેમ સહિતની ચિપનું ઉત્પાદન થશે. 5000 લોકોને રોજગારી મળશે. જ્યારે દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે. ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથી, ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો શરૂ થશે.
સાણંદ ATMP સુવિધાથી પ્રથમ મેડ-ઇન-ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યૂલ્સનું વ્યાવસાયિક ઉત્પાદન અને શિપમેન્ટ શરૂ થશે.
સેમિકન્ડક્ટર યુનિટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023માં થયું હતું, એ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ મંજૂર થયેલા પ્રથમ પ્રસ્તાવ હતો. 22,500 કરોડથી વધુના કુલ ખર્ચની મંજૂરી મળ્યા બાદ તરત બાંધકામ શરૂ થયું હતું.
દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે. ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથી ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિ શરૂ થશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ