
અમદાવાદ, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : પ્રધાનમંત્રીના હસ્તે સાણંદમાં માઈક્રોન સેમિકન્ડકટરની ATMP સુવિધાનું ઉદ્ઘાટન કરાયું. હવે અહીંથી બનશે મેડ ઈન ઈન્ડિયા ચિપ. અમદાવાદ જિલ્લાના સાણંદ સ્થિત માઈક્રોન સેમિકંડકટર પ્લાન્ટમાં પ્રધાનમંત્રીના હસ્તે ATMP (એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) સુવિધાનો પ્રારંભ કરાયો છે. ઉદઘાટન કરાયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કંપનીમાં સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. માઈક્રોન સેમિકંડકટર પ્લાન્ટની ATMP સુવિધાના ઉદઘાટન પહેલા પ્રધાનમંત્રી મોદીએ રોડ શો યોજ્યો હતો. હવે થોડીવારમાં જ એક જાહેર સભાને સંબોધન કરશે.
સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. SSD અને રેમ સહિતની ચિપનું ઉત્પાદન થશે. 5000 લોકોને રોજગારી મળશે. જ્યારે દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે. ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથી ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિ શરૂ થશે.
સાણંદ સ્થિત માઈક્રોન સેમિકંડકટરની ATMP સુવિધાનું પ્રધાનમંત્રીદીના હસ્તે ઉદઘાટન કરાયું
પ્રધાનમંત્રીને આવકારવા માટે રોડ શોના રૂટની બંંને બાજુ મોટી સંખ્યામાં લોકો હાજર છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ