પાટણ જિલ્લામાં 1 માર્ચથી ખરવા-મોવાસા સામે 5.20 લાખ પશુઓનું રસીકરણ અભિયાન
મહેસાણા, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લામાં 01-માર્ચ-2026થી 15-એપ્રિલ-2026 સુધી ખરવા-મોવાસા રોગ સામે મહા રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં અંદાજે 5.20 લાખ ગાય અને ભેંસ વર્ગના પશુઓને વિનામૂલ્યે રસી આપવામાં આવશે. પશુપાલન
01-માર્ચથી પાટણ જિલ્લામાં ખરવા-મોવાસા સામે 5.20 લાખ પશુઓનું રસીકરણ અભિયાન


મહેસાણા, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લામાં 01-માર્ચ-2026થી 15-એપ્રિલ-2026 સુધી ખરવા-મોવાસા રોગ સામે મહા રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં અંદાજે 5.20 લાખ ગાય અને ભેંસ વર્ગના પશુઓને વિનામૂલ્યે રસી આપવામાં આવશે. પશુપાલન વિભાગ દ્વારા કુલ 236 કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે, જે ગામે ગામે અને ઘરેઘરે જઈ રસીકરણ પૂર્ણ કરશે.

ખરવા-મોવાસા (Foot and Mouth Disease) એક અત્યંત ચેપી રોગ છે, જે પશુઓમાં તાવ, મોઢામાં ઘા અને દૂધ ઉત્પાદનમાં ઘટાડો જેવી સમસ્યાઓ ઊભી કરે છે. રોગ ફેલાતા પશુપાલકોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. તેથી સમયસર રસીકરણ અત્યંત જરૂરી ગણાય છે.

જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. બી.એમ. સરગરાએ જણાવ્યું હતું કે રસી સંપૂર્ણ સુરક્ષિત છે અને ગર્ભિત તેમજ દૂધ આપતા પશુઓમાં પણ નિર્ભયપણે આપી શકાય છે. તમામ પશુઓની માહિતી ભારત પશુધન પોર્ટલ પર ઓનલાઇન નોંધવામાં આવશે.

પશુપાલન વિભાગે પશુપાલકોને અપીલ કરી છે કે તેઓ નિર્ધારિત સમયગાળામાં પોતાના પશુઓને રસી અપાવી આ ઝુંબેશને સફળ બનાવે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande