નર્મદા જિલ્લાના વિસ્તાર સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા, પ્રવાસીઓ માટે કેસૂડાના ફૂલો બન્યા ખાસ આકર્ષણનું કેન્દ્ર
- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નર્મદા દ્વારા રાધેક્રિષ્ના મિશન મંગલમ જૂથને સ્ટાર્ટઅપ, રિવોલ્વિંગ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તથા કેશ ક્રેડિટ લોનની મળી સહાય - સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ અને પોતાના ખેતરોમાંથી કેસુડાના ફૂલો એકત્રિત કરી ઘરે જ સાબુ બનાવ
નર્મદા જિલ્લાના વિસ્તાર સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ માટે કેસૂડાના ફૂલો બન્યા ખાસ આકર્ષણનું કેન્દ્ર


નર્મદા જિલ્લાના વિસ્તાર સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ માટે કેસૂડાના ફૂલો બન્યા ખાસ આકર્ષણનું કેન્દ્ર


નર્મદા જિલ્લાના વિસ્તાર સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ માટે કેસૂડાના ફૂલો બન્યા ખાસ આકર્ષણનું કેન્દ્ર


- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નર્મદા દ્વારા રાધેક્રિષ્ના મિશન મંગલમ જૂથને સ્ટાર્ટઅપ, રિવોલ્વિંગ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તથા કેશ ક્રેડિટ લોનની મળી સહાય

- સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ અને પોતાના ખેતરોમાંથી કેસુડાના ફૂલો એકત્રિત કરી ઘરે જ સાબુ બનાવીએ છીએ - નીરૂ તડવી

રાધે કૃષ્ણ મિશન મંડળ” ના બહેનોને વર્ષે અંદાજે 2 થી 2.50 લાખ આવકની પ્રાપ્તિ

- એકતાનગર સ્થિત એકતાનર્સરીના હેન્ડીક્રાફ્ટ યુનિટ સ્ટોલમાં કેસુડાના ફૂલોથી બનતા હર્બલ સાબુની ખૂબ માંગ

દર મહિને 40 થી 50 હજારની સ્થિર આવક પ્રાપ્ત થાય છે. ઉત્તમ ગુણવત્તાને કારણે ગ્રાહકો વારંવાર ખરીદી કરે છે. સુનિતા તડવી

રાજપીપલા,28 ફેબ્રુઆરી (હિ.સ.) ઉનાળા ઋતુની શરૂઆત થતાં જ વનોની લીલોતરી ધીમે ધીમે ઓછી થવા લાગે છે. પાનખરના સમયમાં વૃક્ષોના પાંદડા અને ફૂલો ખરી પડતા હોય છે, પરંતુ એ જ સમયે વનવિસ્તારમાં પોતાની અનોખી સુંદરતાથી સૌનું મન મોહી લેતું કેસૂડો વૃક્ષ ખીલી ઊઠે છે. કેસરિયા રંગના મનમોહક ફૂલો સમગ્ર વનરાજીને અદભૂત આભા અર્પે છે.

નર્મદા જિલ્લાના અનેક વિસ્તારોમાં ખાખરાના વૃક્ષો કેસરી ફૂલોથી લથબથ દેખાય છે.

ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં આ દૃશ્ય અદભૂત સૌંદર્ય સર્જે છે, જે પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બને છે. સાથે-સાથે આ કુદરતી સંસાધન સ્થાનિક મહિલાઓ માટે રોજગારીનું મહત્વપૂર્ણ સાધન પણ બની રહ્યું છે.

કોઠી ગામના “રાધે કૃષ્ણ મિશન મંડળ”ના પ્રમુખ નીરૂ તડવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022માં 10 બહેનો સાથે મંડળની શરૂઆત કરવામાં આવી. સરકારની દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નર્મદા દ્વારા સ્ટાર્ટઅપ ફંડ રૂ. 2500, રિવોલ્વિંગ ફંડ 15000, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ 1,50,000 તથા કેશ ક્રેડિટ લોન રૂ. 2,50,000ની સહાય મળેલ છે.

વધુમાં નીરૂ તડવીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૪માં કેસુડાના ફૂલો તથા અન્ય વનસ્પતિમાંથી હર્બલ સાબુ બનાવવાની તાલીમ મેળવી ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ અને પોતાના ખેતરોમાંથી કેસુડાના ફૂલો એકત્રિત કરી ઘરે જ સાબુ બનાવવામાં આવે છે, જેને મેળાઓમાં, ગામોમાં અને હોમ ડિલિવરી દ્વારા વેચાણ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિથી વર્ષે અંદાજે 2 થી 2.50 લાખની આવક પ્રાપ્ત થાય છે. સરકારના સહયોગથી મંડળની બહેનો આત્મનિર્ભર બનીને અન્ય મહિલાઓને પણ રોજગારી માટે પ્રોત્સાહિત કરી રહી છે.

એકતાનગર ખાતે આવેલ એકતાનર્સરી સ્થાનિક મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ અને રોજગારનું સશક્ત કેન્દ્ર બની છે. અહીં હેન્ડીક્રાફ્ટ યુનિટ સ્ટોલમાં કાર્યરત એકતાનગરના ગોરા ગામના સુનિતા તડવીએ જણાવ્યું હતું કે, કેસુડાના ફૂલોથી બનાવાતા હર્બલ સાબુનું વેચાણ એકતાનર્સરી ખાતે કરવામાં આવે છે અને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળે છે. કેસુડાના હર્બલ સાબુની ગરમીના સમયમાં માંગ વધે છે અને તેમાંથી દર મહિને અંદાજે 40 થી 50 હજાર જેટલી આવક પ્રાપ્ત થાય છે. ઉત્તમ ગુણવત્તાને કારણે ગ્રાહકો વારંવાર ખરીદી કરે છે. આ પહેલ સ્થાનિક સ્તરે મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande