હાથબ ગામે 70 રૂપિયાની લાંચ લેતા ગ્રામ પંચાયતના VCE એસીબીના જાળમાં ઝડપાયા.
ભાવનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.)ભાવનગર જિલ્લાના હાથબ ગામ ખાતે મેરેજ સર્ટિફિકેટ બનાવવા બદલ 70 રૂપિયાની લાંચ લેતા ગ્રામ પંચાયતના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) ને એસીબી દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં ચર્ચાનો માહોલ
લાંચ લેવા ઝડપાયો


ભાવનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.)ભાવનગર જિલ્લાના હાથબ ગામ ખાતે મેરેજ સર્ટિફિકેટ બનાવવા બદલ 70 રૂપિયાની લાંચ લેતા ગ્રામ પંચાયતના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) ને એસીબી દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.મળતી માહિતી મુજબ, હાથબ ગામના એક જાગૃત નાગરિકે મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે ગ્રામ પંચાયત કચેરીમાં અરજી કરી હતી. અરજીની કાર્યવાહી કરવા બદલ VCE દ્વારા 70 રૂપિયાની લાંચની માંગ કરવામાં આવી હતી. નાગરિકે લાંચ આપવાનો ઇન્કાર કરતા સમગ્ર મામલે Anti-Corruption Bureau (એસીબી) ભાવનગરનો સંપર્ક કર્યો હતો.

ફરિયાદના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવી કામગીરી હાથ ધરી હતી. નક્કી કરેલ આયોજન મુજબ ફરિયાદી પાસેથી VCE એ 70 રૂપિયા સ્વીકારતા જ એસીબીના અધિકારીઓએ તરત જ દરોડો પાડી તેને રંગેહાથ ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભલે રકમ નાની હોય, પરંતુ લાંચ લેવું કાયદેસર ગુનો છે. સરકારી કચેરીઓમાં પારદર્શિતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃતિ લાવવાના પ્રયાસો વચ્ચે આવી કાર્યવાહી મહત્વપૂર્ણ ગણાય છે. એસીબી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ પણ સરકારી કર્મચારી દ્વારા લાંચની માંગ કરવામાં આવે તો નિર્ભય બની ફરિયાદ નોંધાવવી.હાથબ ગામની આ ઘટનાને લઈને ગ્રામજનોમાં વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને સરકારી સેવાઓમાં સ્વચ્છતા જળવાઈ રહે તેવી માંગ ઉઠી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande