સંકટ સમયની સાચી સખી ‘181 અભયમ’ સેવાના 12 વર્ષ પૂર્ણ
વલસાડ, 10 માર્ચ (હિ.સ.): ગુજરાત એટલે શાંતિ, સલામતી અને સમૃદ્ધિનું પર્યાય. રાજ્યમાં વસતી પ્રત્યેક મહિલા પોતે સુરક્ષિત અનુભવે અને મુશ્કેલીના સમયે તેને કોઈ મજબૂત સાથ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના મા
Valsad


વલસાડ, 10 માર્ચ (હિ.સ.): ગુજરાત એટલે શાંતિ, સલામતી અને સમૃદ્ધિનું પર્યાય. રાજ્યમાં વસતી પ્રત્યેક મહિલા પોતે સુરક્ષિત અનુભવે અને મુશ્કેલીના સમયે તેને કોઈ મજબૂત સાથ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર સતત કાર્યશીલ છે. આ વર્ષે 8મી માર્ચ, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ના રોજ ગુજરાતની મહિલાઓની સુરક્ષાની કરોડરજ્જુ સમાન ‘181 અભયમ મહિલા હેલ્પલાઈન’ પોતાની સફળ સેવાના 12 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આવો જાણીએ તેની કામગીરી અને સિદ્ધિઓ વિશે...

મહિલાઓ વિરુદ્ધ થતી ઘરેલુ હિંસા હોય કે જાહેરસ્થળે થતી છેડતી, ગુજરાત સરકારે ટેક્નોલોજી અને સંવેદનાનો સમન્વય સાધીને 8 માર્ચ 2015ના રોજ ‘181 અભયમનો રાજ્યવ્યાપી પ્રારંભ કર્યો હતો. આજે આ હેલ્પલાઈન માત્ર એક નંબર નથી પરંતુ ગુજરાતની મહિલાઓ માટે એક મજબૂત સુરક્ષા કવચ સાબિત થયું છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 12 વર્ષમાં કુલ 18,10,913 થી વધુ મહિલાઓને જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરું પાડીને તેમને જાગૃત કરવામાં આવી છે. આ સેવા માત્ર ફોન પૂરતી સીમિત ન રહેતા 3,60,964 જેટલા કિસ્સાઓમાં અભયમની ટીમે ઘટના સ્થળ પર જઈને મહિલાઓને તાત્કાલિક મદદ પહોંચાડી છે.

વલસાડ જિલ્લામાં છેલ્લા 12 વર્ષનાં સમયગાળાની સફળ કામગીરી દરમિયાન 181 ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન દ્વારા કુલ 24878 જેટલા કિસ્સાઓમાં જરૂરિયાત મુજબ સલાહ - સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડવામાં આવી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર 181 અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ દ્વારા 5654 જેટલી મહિલાઓને મદદ પુરી પાડી છે.

વલસાડ જીલ્લામાં વર્ષ 2025 દરમિયાન 2743 જેટલી જરૂરિયાતમંદ મહિલાઓના કોલ આવ્યા હતા જેમાંથી ૫૫૩ કિસ્સાઓમાં અભયમ રેસ્ક્યુ વાન ડિસ્પેચ કરી 393 કેસમાં સમાધાન અને 137 કેસમાં મહિલાઓને બચાવ અર્થે વિવિધ એજન્સીઓમાં રિફર કરવામાં આવ્યા હતા. કુલ કોલમાં કસ્ટડીના 62, ઘરેલુ હિંસાના 1391, લગ્ન જીવનના વિખવાદો 189, જનરલ માહિતી અને સરકારી મહિલાલક્ષી યોજનાઓની પ્રાથમિક માહિતીના 157, શારિરીક, માનસિક, જાતીય હેરાનગતીના 364, પરિવાર છોડેલ 52, અન્ય સબંધોના 73, કાયદાકીય માર્ગદર્શન 36, બીનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિનાં 49 અને અન્ય મહિલાલક્ષી પ્રશ્નોના 450 જેટલા કોલ આવ્યાં હતાં. વર્ષ દરમિયાન જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, નારી સંરક્ષણ ગૃહ, ઓ.એસ.સી, પી.બી.એસ.સી, આશ્રય ગૃહ અને સ્થાનિક સંસ્થાઓ અને કાર્યકરો તરફથી નોંધપાત્ર સહયોગ મળી રહ્યો હતો. અભયમ ટીમ દ્વારા વિવિધ ફરિયાદોના કોલને પહોંચી વળી હકારાત્મક ઉકેલ લાવી સામાજિક એકતા અને સુલેહ માટે પ્રશંસનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને મહિલા-બાળ વિકાસ વિભાગના અદભૂત સંકલનથી આજે રાજ્યની મહિલાઓ માટે ટેકનોલોજીથી સજ્જ એક અભેદ્ય સુરક્ષા માળખું તૈયાર થયું છે. 24x7 કાર્યરત આ સેવામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને તાલીમબદ્ધ કાઉન્સિલર્સની ટીમ દિવસ-રાત ફરજ નીભાવે છે. રાજ્યમાં દોડતી 59 અત્યાધુનિક અભયમ રેસ્ક્યુ વાન માત્ર વાહન નથી, પણ જીપીએસ ટ્રેકિંગથી સજ્જ એક મોબાઈલ સુરક્ષા કેન્દ્ર છે, જે દેશભરમાં એક નવતર પહેલ ગણાય છે.

નારી સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતાના લક્ષ્યાંક સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. આજે 181 અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા રાજ્યની દીકરીઓ અને મહિલાઓ ખરા અર્થમાં ‘અભય’ બનીને પ્રગતિના પંથે આગળ વધી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande