પાટણમાં 11 માર્ચે એચ.એન.જી. યુ કેમ્પસ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન થશે.
પાટણ, 10 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના યુવક-યુવતીઓને રોજગારીની તક આપવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ દ્વારા ખાનગી સંસ્થાઓની સહભાગિતામાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો બુધવાર, 11 માર્ચ 2026 ના રોજ સવારે 10:00 કલાકે એચ.એ
પાટણમાં 11 માર્ચે એચ.એન.જી. યુનિવર્સિટી કેમ્પસ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન થશે.


પાટણ, 10 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના યુવક-યુવતીઓને રોજગારીની તક આપવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ દ્વારા ખાનગી સંસ્થાઓની સહભાગિતામાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો બુધવાર, 11 માર્ચ 2026 ના રોજ સવારે 10:00 કલાકે એચ.એન.જી. યુનિવર્સિટી કેમ્પસ, પાટણ ખાતે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, પ્રથમ માળ, સુવિધા ભવન ખાતે યોજાશે.

આ મેળામાં BSS Sonata Microcredit Ltd. (Kotak Mahindra Bank), અમદાવાદ અને Lifesurge Healthcare Pvt. Ltd., પાટણ જેવી ખાનગી સંસ્થાઓ ભાગ લેશે. તેઓ ફિલ્ડ ઓફિસર, બેંક ઓફિસ વર્ક, મશીન ઓપરેટિંગ અને ટેક્નિશિયન સહિતની જગ્યાઓ માટે સ્થળ પર જ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરશે.

18 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. ધોરણ 10/12 પાસ, ITI (તમામ ટ્રેડ) તેમજ ગ્રેજ્યુએશન લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

રસ ધરાવતા ઉમેદવારોએ ઇન્ટરવ્યુ માટે પોતાના ખર્ચે હાજર રહેવું પડશે. તેઓએ તમામ શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલો, બે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને 3 થી 4 બાયોડેટાની નકલો સાથે લાવવી જરૂરી છે. રોજગાર કચેરીમાં નોંધણી ન કરાવેલ ઉમેદવારો પણ ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે www.anubandham.gujarat.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકાય છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande