પોષણ શક્તિ ટેક હોમ રાશન થી પોષ્ટિક વાનગીની માહિતી સભર બનાસકાંઠા જિલ્લા કલેકટરે બુક લોન્ચ કરી
અંબાજી, 10 માર્ચ (હિ.સ.)બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા આંગણવાડીમાં વિશાલ પોષણક્ષમ અપાતી વાનગીઓને લઈ પોષણ શક્તિ માટે વિવિધ વાનગીઓ બનાવવાની રીત માટેની બુક લોન્ચ કરવામાં આવી છે. ટેક હોમ રાશન અને શ્રી અન્ન (મિલેટ્સ) નો ઉપયોગ કરીને સ્થાનિક સ્તરે તૈયાર
Bamaskamtha ma pustak lonch


Bamaskamtha ma pustak lonch


અંબાજી, 10 માર્ચ (હિ.સ.)બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા આંગણવાડીમાં વિશાલ પોષણક્ષમ અપાતી વાનગીઓને લઈ પોષણ શક્તિ માટે વિવિધ વાનગીઓ બનાવવાની રીત માટેની બુક લોન્ચ કરવામાં આવી છે. ટેક હોમ રાશન અને શ્રી અન્ન (મિલેટ્સ) નો ઉપયોગ કરીને સ્થાનિક સ્તરે તૈયાર કરી શકાય તેવી વિવિધ પૌષ્ટિક વાનગીઓ સરળતાથી બનાવીને બાળકો તેમજ રાત્રી માતાઓને પીરસી શકાય તેવી વાનગીઓની રેસિપી આ બૂકમાં સમાવેશ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર મીર પટેલ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખૂબ આનંદ થાય છે કે, છેલ્લા ૬ મહિનાથી માન. PO મેડમ ના માર્ગદર્શન હેઠળ આ બૂક તૈયાર કરવામાં આવી રહી હતી અને જેને અંતિમઓપ આપ્યા બાદ બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર મિહિર પટેલના વરદહસ્તે આ બૂક લોન્ચ કરવામાં આવેલ છે. આ બૂકનો હેતુ કિશોરીઓ, બાળકો, સગર્ભા તથા ધાત્રી માતાઓના પોષણમાં સુધારો લાવવાનો છે અને સાથે આંગણવાડી કાર્યકરો તથા તમામ લાભાર્થીઓ માટે માર્ગદર્શિકા સ્વરૂપે ઉપયોગી બનશે તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande