

પોરબંદર, 10 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લાના ઈશ્વરીયા ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાગેશ્રી, રામનગર, ધુવાડા, ઈશ્વરીયા, અમર, બાવળાવદર, ચોલીયાણા, માલ, બલોચ, કોટડા, મોબતપરા, દેવડા અને ટીબીનેશ ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ સ્થળ મુલાકાત લઈ વિવિધ વિભાગો દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે લાભાર્થીઓ સાથે સીધી મુલાકાત કરી તેઓને મળતી સેવાઓ અંગે સંતોષકારક પ્રતિસાદ પણ મેળવ્યો હતો. અને જિલ્લા કલેક્ટરએ કાર્યક્રમમાં હાજર અધિકારીઓને લોકોને ઝડપી અને સરળ રીતે સેવા મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya