
સોમનાથ, 10 માર્ચ (હિ.સ.) સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, વેરાવળ ખાતે 9 માર્ચના રોજ વિશિષ્ટ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય અને આરોગ્ય ચેરીટેબલ ટ્રસ્ટ, વેરાવળ ના સંયુક્ત ઉપક્રમે વિશિષ્ટ વ્યાખ્યાન કાર્યક્રમ સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ તેમજ કુલસચિવશ ડૉ. મહેશકુમાર મેતરાના માર્ગદર્શનથી યોજાયેલ. કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોમાં ડૉ. મહેશકુમાર મેતરા, ડૉ .જયેશ વઘાસિયા, ડૉ. નિમિષા માખનસા, અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો.વિનોદકુમાર ઝા, સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય સંચાલિત સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય ડૉ .નરેન્દ્રકુમાર પંડ્યા તેમજ કાર્યક્રમના સયોજિકા ડૉ. કુંજલ ત્રિવેદી રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવી. ત્યારબાદ કાર્યક્રમના સંયોજિકા ડૉ. કુંજલ ત્રિવેદી દ્વારા શાબ્દિક સ્વાગત, અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો. વિનોદકુમાર ઝા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું. પુષ્પગુચ્છ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ કાર્યક્રમના વિશિષ્ટ અતિથિ તેમજ આરોગ્ય ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ એવા ડૉ.જયેશ વઘાસિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે બ્રેઇન ડેથ થાય ત્યારે અંગદાન કરી શકાય છે. પુરાણોમાં દધિચી ઋષિના ઉદાહરણ આપી અંગદાન જાગૃતિ વિશે વાત કરી. 'જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી' જીવવું હોય તો અંગદાન જરૂરી છે. કાર્યક્રમના
અધ્યક્ષ એવા શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરાએ આધ્યક્ષીય ઉદ્બોધન કરતા મહિલા દિનની શુભેચ્છા આપતા અંગદાન વિશેના પોતાના સંકલ્પો વ્યક્ત કર્યા. મુખ્યવક્ત્રી તેમજ સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ.નિમિષા માખણસાએ સર્વાઇકલ કેન્સરના લક્ષણો, કેન્સરનું નિદાન, સારવાર તેમજ એચપીવી વેક્સિન,સ્તન કેન્સરના લક્ષણો, કારણો, સારવારની માહિતી ppt તેમજ વિડીયો માધ્યમથી સરળ શૈલીમાં આપી. ત્યારબાદ ડૉ .કુંજલ ત્રિવેદી દ્વારા આભારવિધિ કરવામાં આવી. આ કાર્યક્રમમાં સંયોજિકા તરીકે ડૉ.કુંજલ ત્રિવેદી તેમજ ડૉ.અમિષા દવેએ કામગીરી કરેલ.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ