સોમનાથ મંદિર કોરિડોરના પ્રોજેક્ટમાં અસરકર્તા મિલકતધારકો પુનર્વસન, રહેણાંક તથા વાણિજ્ય હેતુના બાંધકામ માટે સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળની કચેરીનો સંપર્ક કરી શકાશે
સોમનાથ મંદિર કોરિડોરના પ્રોજેક્ટમાં અસરકર્તા મિલકતધારકો પુનર્વસન,
સોમનાથ મંદિર કોરિડોરના પ્રોજેક્ટમાં અસરકર્તા મિલકતધારકો પુનર્વસન, રહેણાંક તથા વાણિજ્ય હેતુના બાંધકામ માટે સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળની કચેરીનો સંપર્ક કરી શકાશે


ગીર સોમનાથ 10 માર્ચ (હિ.સ.)

સોમનાથ કોરિડોરના પ્રોજેકટમાં આવતી આશરે ૩૮૪ મિલકતના ધારકો માટે સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળમાં જ્યાં વિકાસ યોજના બનેલ છે ત્યાં અને નગરપાલિકાની વધેલી હદ તથા તે સિવાયના અન્ય વિસ્તારમાં કે જ્યાં હાલ વિકાસ યોજના બનેલ નથી તેવા વિસ્તારમાં પણ વિકાસ પરવાનગી માટે સરકારશ્રી દ્વારા રાહત આપી નિર્ણય લેવામાં આવેલ છે.

સરકારના તા.૦૩/૦૩/૨૦૨૬ના હુકમ નં.UDUHD/MSM/e-file/18/2024/5511/Lથી સોમનાથ તિર્થધામના વિકાસ અર્થે મંદિર કોરિડોરના પ્રોજેક્ટમાં અસરકર્તા મિલકતધારકો સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળની હદ વિસ્તારમાં અનુકૂળ જગ્યાએ પુનર્વસન કરી શકે, બાંધકામ કરી શકે તથા ગુજરાન ચલાવી શકે તે હેતુથી સત્તામંડળમાં જ્યાં વિકાસ યોજના બનેલ છે ત્યાં અને નગરપાલિકાની વધેલી હદ તથા તે સિવાયના અન્ય વિસ્તારમાં કે જ્યાં હાલ વિકાસ યોજના બનેલ નથી તેવા વિસ્તારમાં પણ સદર વિસ્થાપીત થનાર મિલકતધારકોની માલિકીની બિનખેતી થયેલ જમીનમાં વાટાઘાટ સમિતિના અધ્યક્ષશ્રી દ્વારા આપેલ પ્રમાણપત્રમાં દર્શાવેલ હાલ કોરિડોરમાં આવતા હયાત બાંધકામ હોય તેવા કિસ્સાઓમાં બાંધકામના ક્ષેત્રફળના મહત્તમ બમણા ક્ષેત્રફળની મર્યાદામાં તથા જો ખુલ્લો પ્લોટ હોય તો તેવા કિસ્સામાં તેટલા જ ક્ષેત્રફળની મર્યાદામાં રહેણાંક તથા વાણિજ્ય હેતુના બાંધકામ લેન્ડ કોન્ટ્રીબ્યુશનની જોગવાઇમાંથી મુક્તિ સાથે અન્ય કાયદાકીય જોગવાઇઓને આધિન સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળની રૂમ નં. ૩૨૮, બીજો માળ, કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી, જિલ્લા સેવા સદન, વેરાવળ- તાલાલા રોડ, મું. ઈણાજ, તા. વેરાવળ, જિ. ગીર સોમનાથ, ફોન નં. ૦૨૮૭૬-૨૨૦૧૧૨ ઈ-મેલ: cea-souda-gir@gujarat.gov.in ખાતે આવેલ કચેરીથી વિકાસ પરવાનગી મેળવી બાંઘકામ કરી શકશે. તેમ અધ્યક્ષ સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ અને કલેકટર, ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande