
સોમનાથ, 10 માર્ચ (હિ.સ.) તાજેતરમાં રાષ્ટ્ર કક્ષા ની કલેકટર,(i.a.s.)અને(i .p.s.) જેવી ઊચ્ચ કક્ષા ની સિવિલ સર્વિસીસ u.p.s.c. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન જેવી અઘરી પરીક્ષા કે જે પાસ કરવી જે સ્વપ્ન સમાન હોય છે.જે પરીક્ષા નું પરિણામ જાહેર થયું છે.આ પરિણામ જાહેર થયું તેમાં મુ.ખાંભા તા.સુત્રાપાડા.જિલ્લો. સોમનાથ ના વતની એવાં પરમાર કુલદિપ સિંહ 703 ના રેન્ક સાથે પાસ થયેલા છે.કુલદિપ સિંહ પરમાર એ વર્ષ 2011 ના રોજ ગામ ની જ તપોવન માધ્યમિક શાળા.ખાંભા માં ધોરણ 9 અને 10 નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને પ્રથમ નંબરે પાસ થયેલા. શાળાકીય અભ્યાસ દરમિયાન ખૂબ તેજસ્વી અને દરેક ક્ષેત્ર માં હોશિયાર વિદ્યાર્થી.આ તકે ખાંભા ગામ નું ગૌરવ તથા તપોવન માધ્યમિક શાળા ના ગૌરવ એવા પ્રદીપસિંહ પરમાર ને તપોવન માધ્યમિક શાળાના .ટ્રસ્ટી ,આચાર્ય અને શાળા ના સ્ટાફ દ્વારા પ્રદીપ સિંહ અને તેમના પરિવાર ને અભિનંદન પાઠવવામાં આવે છે...
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ