રાજપુર ગામે વિશ્વશાંતિ રથયાત્રાનું ભવ્ય સ્વાગત
પાટણ, 10 માર્ચ (હિ.સ.)ઊંઝા ઉમિયાધામથી પ્રસ્થાન થયેલી વિશ્વશાંતિ રથયાત્રા મંગળવારે સિદ્ધપુર તાલુકાના રાજપુર ગામે પહોંચી હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ દિવ્ય યાત્રાનું ગ્રામજનો અને પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમા
રાજપુર ગામે વિશ્વશાંતિ રથયાત્રાનું ભવ્ય સ્વાગત


પાટણ, 10 માર્ચ (હિ.સ.)ઊંઝા ઉમિયાધામથી પ્રસ્થાન થયેલી વિશ્વશાંતિ રથયાત્રા મંગળવારે સિદ્ધપુર તાલુકાના રાજપુર ગામે પહોંચી હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ દિવ્ય યાત્રાનું ગ્રામજનો અને પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.

રથયાત્રાના આગમન સમયે સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. માર્ગમાં ઠેર-ઠેર રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ‘જય ઉમિયા’ તથા ‘જય ઉમા ખોડલ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પાટીદાર સમાજના ભાઈઓ-બહેનોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ મા ઉમિયા માતાજીના દર્શન કર્યા હતા.

આ પ્રસંગે સિદ્ધપુર APMCના ચેરમેન વિષ્ણુ પટેલ સહિતના અગ્રણીઓએ રથની આરતી ઉતારી હતી. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર માનવજાત માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવાનો છે. કાર્યક્રમમાં ભરતભાઈ પટેલ, નટુભાઈ પટેલ, જયંતિભાઈ જંડી, દિનેશભાઈ પટેલ, અંકિત પટેલ, વિષ્ણુભાઈ પટેલ અને ઇન્દ્રેસ વખારીયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande