
પાટણ, 10 માર્ચ (હિ.સ.)ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લાના સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે 18 માર્ચ, 2026ના રોજ કે.ડી. પોલીટેકનિક, પાટણ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9:00 થી સાંજે 6:00 સુધી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા યોજાશે.
આ કેમ્પમાં જિલ્લાના 10 સરકારી તથા ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોના અંદાજે 350 જેટલા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ભાગ લેશે. 40થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓ વિવિધ વિભાગોમાં ઇન્ટરવ્યૂ લઈને વિદ્યાર્થીઓને રોજગારીની તકો પૂરી પાડશે.
આ આયોજનનું સંકલન ઝોન-2, નોડ-1ના નોડલ ઓફિસર પ્રોફેસર એચ.સી. પરમાર અને કે.ડી. પોલીટેકનિકના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર પ્રોફેસર ડી.કે. રાવલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં રોજગારના સારા અવસર ઉપલબ્ધ કરાવવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ