તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી મુદ્દે પ્રાથમિક આદેશ અંગે વી.સી. યોજાઈ
મહેસાણા, 10 માર્ચ (હિ.સ.) માહિતી મુજબ, આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાર મંડળની રચના તથા બેઠક ફાળવણી સંબંધિત પ્રાથમિક આદેશ અંગે ચર્ચા કરવા માટે માન. રાજ્ય ચૂંટણી કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સ (વી
તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી મુદ્દે પ્રાથમિક આદેશ અંગે વી.સી. યોજાઈ


મહેસાણા, 10 માર્ચ (હિ.સ.) માહિતી મુજબ, આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાર મંડળની રચના તથા બેઠક ફાળવણી સંબંધિત પ્રાથમિક આદેશ અંગે ચર્ચા કરવા માટે માન. રાજ્ય ચૂંટણી કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સ (વી.સી.) યોજાઈ હતી. આ બેઠકમાં સંબંધિત અધિકારીઓ તેમજ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

વી.સી. દરમિયાન ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે આગળ વધે તે માટે મતદાર મંડળની રચના, બેઠકોની ફાળવણી અને તેની પ્રક્રિયા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સાથે જ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પોતાના સૂચનો અને અભિપ્રાયો રજૂ કરવાની તક આપવામાં આવી હતી.

માન. રાજ્ય ચૂંટણી કમિશનરશ્રીએ તમામ ઉપસ્થિતોને ચૂંટણી સંબંધિત નિયમો અને માર્ગદર્શિકાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા કાયદાકીય જોગવાઈઓ મુજબ નિષ્પક્ષ અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે, જેથી લોકશાહી પ્રક્રિયા મજબૂત બને.

બેઠક દરમિયાન અધિકારીઓને જરૂરી તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા તથા તમામ પ્રક્રિયાઓ નિયમ મુજબ અમલમાં મૂકવા સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ વી.સી. દ્વારા ચૂંટણી સંબંધિત પ્રાથમિક આયોજન અને માર્ગદર્શન પ્રાપ્ત થતા આગાહી સમયગાળામાં યોજાનારી તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી માટેની તૈયારીઓ વધુ સુગમ બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande