નંદાસણ પોલીસ સ્ટેશનના દુત્પ્રેરણ કેસનો ફરાર આરોપી 6 માસ બાદ દાહોદથી ઝડપી પડાયો
મહેસાણા, 10 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લા પેરોલ/ફર્લો સ્કોડ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરતા નંદાસણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુત્પ્રેરણના ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસતા ફરતા આરોપીને દાહોદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, નાયબ પોલ
નંદાસણ પોલીસ સ્ટેશનના દુત્પ્રેરણ કેસનો ફરાર આરોપી 6 માસ બાદ દાહોદથી ઝડપી પડાયો


મહેસાણા, 10 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લા પેરોલ/ફર્લો સ્કોડ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરતા નંદાસણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુત્પ્રેરણના ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસતા ફરતા આરોપીને દાહોદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS), ગાંધીનગર રેન્જના સીધા માર્ગદર્શન હેઠળ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (IPS)ના સૂચન મુજબ ફરાર આરોપીઓ પકડવા ખાસ અભિયાન હાથ ધરાયું હતું. આ અંતર્ગત એલ.સી.બી. મહેસાણાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. વાધેલા ના માર્ગદર્શન હેઠળ પેરોલ/ફર્લો સ્કોડે કાર્યવાહી કરી હતી.

ટેક્નિકલ સોર્સના આધારે સ્કોડને માહિતી મળી હતી કે નંદાસણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો આરોપી નરેશભાઈ કાંતિભાઈ મેડા (ઉંમર 23), મૂળ ખંગેલા ગામ, દાહોદ, હાલ દાહોદ વિસ્તારમાં આવતો-જતો રહે છે. માહિતીના આધારે પોલીસ ટીમ દાહોદ પહોંચી અને માનવ સૂત્રોના આધારે તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન આરોપી ખંગેલા ગામ તરફ જતા માર્ગ પર આવેલી આરોહી હોટલ પાસે આવતો હોવાની માહિતી મળતા પોલીસ ટીમે વોચ ગોઠવી હતી. ત્યારબાદ આરોપી હોટલ તરફ આવતા તેને ઘેરી લઈને પોતાની ઓળખ આપી પૂછપરછ કરતા તેની ઓળખ નરેશભાઈ મેડા તરીકે પુષ્ટિ થઈ હતી.

પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ નંદાસણ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande