

મહેસાણા, 10 માર્ચ (હિ.સ.) મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભાર્થી બહેનોને સહાય ચેક અને મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ યોજનાઓના લાભથી મહિલાઓ આત્મનિર્ભર બને અને સમાજમાં સશક્ત ભૂમિકા ભજવી શકે તે માટે આ પહેલ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓના સર્વાંગી વિકાસમાં સરકાર દ્વારા અમલમાં મુકાયેલી યોજનાઓનું મહત્વ સમજાવ્યું હતું. સાથે સાથે મહિલાઓને શિક્ષણ, સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, અધિકારીઓ અને આમંત્રિત મહાનુભાવો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહિલાઓના સશક્તિકરણ અને સમાજમાં તેમની વધતી ભૂમિકાને ઉજાગર કરવામાં આવી હતી. આ ઉજવણી મહિલાઓને પ્રોત્સાહન આપતી તેમજ તેમની સિદ્ધિઓને સન્માન આપતી બની હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR