પાટણ જિલ્લા પંચાયતનું ₹1538 કરોડનું બજેટ રજૂ, વિરોધ પક્ષે કર્યો વિરોધ
પાટણ, 10 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2025-26નું સુધારેલું અને વર્ષ 2026-27ના નવા નાણાકીય વર્ષનું બજેટ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં આ બજેટ તેમના કાર્યકાળનું સ
પાટણ જિલ્લા પંચાયતનું ₹1538 કરોડનું બજેટ રજૂ, વિરોધ પક્ષે કર્યો વિરોધ


પાટણ જિલ્લા પંચાયતનું ₹1538 કરોડનું બજેટ રજૂ, વિરોધ પક્ષે કર્યો વિરોધ


પાટણ, 10 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2025-26નું સુધારેલું અને વર્ષ 2026-27ના નવા નાણાકીય વર્ષનું બજેટ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં આ બજેટ તેમના કાર્યકાળનું સતત ત્રીજું અંદાજપત્ર હોવાનું જણાવાયું.

બજેટમાં ભૌગોલિક પ્રતિકૂળતા અને મર્યાદિત આવક હોવા છતાં તમામ વર્ગોને આવરી લેવાનો પ્રયાસ કર્યો હોવાનું સત્તાપક્ષે જણાવ્યું. જોકે વિરોધ પક્ષે આ બજેટને વાસ્તવિકતાથી દૂર અને ભ્રામક ગણાવી તેની ટીકા કરી છે.

વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલે બજેટને ‘ઝાંઝવાના નીર’ સમાન ગણાવી આક્ષેપ કર્યો કે તેમાં આંકડાની માયાજાળ ઊભી કરવામાં આવી છે અને સામાન્ય જનતા માટે તે ભ્રામક છે.

આંદાજપત્ર મુજબ સ્વભંડોળ સદર હેઠળ 14.58 કરોડની આવક સામે 13.35 કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સરકારી પ્રવૃત્તિઓ સહિત કુલ 1,538 કરોડની આવક સામે 1,537 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

બજેટમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે. પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ માટે 233 લાખ, ટાઈપ-1 ડાયાબિટીસથી પીડાતા 123 બાળકો માટે 12.92 લાખ, સામાજિક ન્યાય નિધિ માટે 50 લાખ, પશુપાલન પ્રવૃત્તિઓ માટે 2 લાખ તેમજ જન સુવિધા કેન્દ્ર અને કિઓસ્ક ડેશબોર્ડ જેવી ડિજિટલ પહેલ માટે 14 લાખની ફાળવણી કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande