પોરબંદરમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ.
પોરબંદર, 10 માર્ચ (હિ.સ.)પોરબંદર શહેરના લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખી તેમજ ભવિષ્યમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણ અલગ અલગ સ્થળોએ આધુનિક પંપીંગ સ્ટેશન બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગોઢ
પોરબંદરમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ.


પોરબંદરમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ.


પોરબંદરમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ.


પોરબંદરમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ.


પોરબંદર, 10 માર્ચ (હિ.સ.)પોરબંદર શહેરના લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખી તેમજ ભવિષ્યમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણ અલગ અલગ સ્થળોએ આધુનિક પંપીંગ સ્ટેશન બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગોઢાણીયા કોલેજ, રાજવી પાર્ટી પ્લોટ પાછળ ચાંડેશ્વર મંદિર અને વિર ભનુની ખાંભી પાસે બિરલા સહિતના ત્રણ સ્થળે પમ્પિંગ સ્ટેશનનું કામ પૂરજોશમાં છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આશરે રૂ. 50 કરોડના ખર્ચે અમલમાં મુકવામાં આવ્યો છે. શહેરના સતત વિકાસ, વધતી વસ્તી અને વિસ્તરતા રહેણાંક વિસ્તારોને ધ્યાનમાં રાખીને શહેરની ગટર તથા વરસાદી પાણીની નિકાલ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને મોન્સૂન દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. વધતી વસાહતો, રસ્તાઓનું ઊંચું લેવલ અને જૂની ડ્રેનેજ લાઈનોના કારણે ઘણીવાર પાણીનો નિકાલ સમયસર થતો નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા આધુનિક સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ સિસ્ટમનો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે પ્રોજેક્ટના પંપીંગ સ્ટેશનમાં આધુનિક ટેકનિકલ અને સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. તેમાં આર.સી.સી. ઇન્ટેક સમ્પ, પંપ હાઉસ બિલ્ડિંગ, મજબૂત ફાઉન્ડેશન, સ્ટ્રક્ચર, કમ્પાઉન્ડ વોલ, ગેટ, આંતરિક આર.સી.સી. રોડ જેવી સિવિલ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિકેનિકલ સુવિધાઓ તરીકે ઊંચી ક્ષમતાવાળા વોટર પંપ, ઇલેક્ટ્રિક મોટર, ડિલિવરી પાઈપલાઈન, વાલ્વ અને એન.આર.વી. જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટેક્નિકલ સુવિધાઓમાં એલ.ટી./એમ.સી.સી. પેનલ, પાવર, કંટ્રોલ કેબલિંગ, અર્થીંગ સિસ્ટમ અને લાઈટિંગની વ્યવસ્થા રહેશે. પાણીના સ્તર અને પ્રવાહ ઉપર નજર રાખવા માટે લેવલ સેન્સર, ફ્લો મીટર, પ્રેશર ગેજ જેવી મોનીટરિંગ સિસ્ટમ રહેશે. સાથે સાથે સોલાર પેનલ, કૅટલ ટ્રેપ તથા અન્ય જરૂરી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે આગામી 7 વર્ષ સુધી ઓપરેશન અને મેન્ટેનન્સની જોગવાઈ કરવામાં આવી છે. અંદાજે 120 એચ.પી. ક્ષમતા ધરાવતા પંપો બિરલા પંપીંગ સ્ટેશન ખાતે અને ચાંડેશ્વર પંપીંગ સ્ટેશનમાં સ્થાપિત કરવામાં આવશે, જેમાં પ્રતિ પંપ આશરે 9 લાખ લિટર પ્રતિ કલાક (250 લિટર પ્રતિ સેકન્ડ ) પાણી કાઢવાની ક્ષમતા રહેશે. છાયા અને બિરલા વિસ્તારમાં આ પંપોની વ્યવસ્થા કરવામાં આવશે જેથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ થઈ શકે. શહેરમાં બની રહેલા ત્રણ પંપીંગ સ્ટેશન કાર્યરત બન્યા બાદ આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો નાગરિકોને સીધો લાભ મળશે. વરસાદી મોસમ દરમિયાન રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. ગટર લાઈનમાં બેકફ્લો અટકશે અને શહેરમાં સ્વચ્છતા જળવાશે. તેના પરિણામે ટ્રાફિક વ્યવહાર સરળ બનશે, ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા ઓછી થશે, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં ઘટાડો થશે તથા વેપાર અને દૈનિક જીવન વધુ સરળ બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત પંપીંગ સ્ટેશનના બાંધકામનું કામ તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવ્યું છે અને ટેન્ડર મુજબ કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા અંદાજે 11 મહિના રાખવામાં આવી છે, આ પ્રોજેક્ટનો હેતુ શહેરમાં મજબૂત અને લાંબા ગાળાની સ્ટોર્મ વોટર ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવી, શહેરમાં થતો પાણી ભરાવો ઘટાડવો, અપર્યાપ્ત ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો કરવો, શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું રક્ષણ કરવું અને નાગરિકોને મોન્સૂન દરમિયાન રાહત આપવી એ આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશો છે. આધુનિક અને રિઝિલિયન્ટ ડ્રેનેજ સિસ્ટમ ઉભી કરીને પોરબંદર શહેરને વધુ સુવ્યવસ્થિત અને વિકાસશીલ બનાવવા મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલો આ પ્રોજેક્ટ શહેરના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને આવનારા સમયમાં નાગરિકોને વરસાદી પાણીની સમસ્યામાં મોટી રાહત મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande