


પોરબંદર, 10 માર્ચ (હિ.સ.) પોરબંદર જિલ્લામા રવિપાકનુ એક લાખ કરતા વધારે હેકટરમાં વાવેતર કરવામા આવ્યુ હતુ પુરતી જળ રાશી અને સાનુકુળ વાતાવરણને કારણે રવિપાકનુ સારૂ ઉત્પાદન થતા ખેડુતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.પોરબંદર જિલ્લામા રવિપાકના વાવેતરની વાત કરીએ તો ઘઉં,ધાણા-જીરૂ અને ચણાનુ સૌથી વધારે વાવતેર કરવામા આવ્યુ હતુ ખેડુતોના જણાવ્યા અનુસાર ઘઉં અને ચણામા સારૂ ઉત્પાદન જોવા મળી રહ્યુ છે.
જયારે ધાણા અને જીરૂનુ અપેક્ષા મુજબનુ ઉત્પાદન થયુ નથી ઘેડ પંથકમા કેટલાક વિસ્તારોને બાદ કરતા મોટાભાગના વિસ્તારમાં ચાણાનુ વિષે 30 મણથી વધારે ઉત્પાદન થયાનુ જાણવા મળી રહ્યુ છે તો ઘઉંની વાત કરીએતો વીધે 35થી 40 મણ જેવુ ઉત્પાદન થયુ હોવાનુ જાણવા મળી રહ્યુ છે.ચોમાસુ પાકામા કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને ભારે નુકશાન થયુ હતુ જેના કારણે ખેડુતોને મોટી નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો પરંતુ રવિપાકમા પુરતા પ્રમાણમા સિંચાઈનુ પાણી અને સારૂ વાતાવરણ મળતા સારૂ એવુ ઉત્પાદન થતા ખેડુતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.
રવિપાક તૈયાર થઈ ગયો છે અને મોટભાગના ખેડુતોએ પાક લણી લીધો છે હાલ પોરબંદરના યાર્ડમા ધાણા-જીરૂ, ઘઉં અને ચણાની આવક જોવા મળી રહી છે
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya