
જામનગર, 10 માર્ચ (હિ.સ.) : જામનગર શહેર અને જિલ્લામાં આખરે ધીમે ધીમે ઠંડીએ વિદાય લઇ લીધી છે અને બપોર દરમિયાન આગ ઓકતી ગરમી પડી રહી હોવાથી સૂર્ય દેવતાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. ગરમીનો પારો 36.2 ડિગ્રીને પાર પહોંચી જતાં બળબળતા તાપની શરૂઆત થઇ ચૂકી છે, જ્યારે ભેજ અને પવનમાં ઘટાડો નોંધાયો છે.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી બપોર દરમિયાન સૂર્ય દેવતાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે, અને ગરમીનો પારો ધીમે ધીમે ઉપર સરકીને 36.2 ડિગ્રીથી ઉપર ચાલ્યો ગયો હોવાથી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, અને લોકોએ પંખા એ.સી. ઓન કરી દેવા પડ્યા છે.
લઘુતમ તાપમાનનો પારો પણ ઉંચકાઇને 22 ડિગ્રીની આસપાસ રહ્યો હતો, તેથી હવે ઠંડી ધીમે ધીમે વિદાય લઈ લીધી છે. અને વાતાવરણ ગરમ બનેલું જોવા મળ્યું છે. ભેજનું પ્રમાણ પણ ઘટીને 56 ટકા થઇ ગયું હોવાથી વહેલી સવારે ઝાકળમાંથી મુક્તિ મળી ગઈ છે. જોકે પવનની તીવ્રતા 6.2 કી.મી.ની થઇ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt