પોરબંદર જિલ્લાના માઘવપુર ગામ ખાતે 11 માર્ચે 'સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
પોરબંદર, 10 માર્ચ (હિ.સ.) પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે 11 માર્ચ ના રોજ સવારે 09:00 થી સાંજે 05:00 કલાક દરમિયાન''સેવા સેતુ કાર્યક્રમ 2.0'' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાસેતુ કાર્યક્રમ પંચાયત ઓફિસ,માધવપુર ખાતે યોજાશે જેમાં ગ્રામજનોન
પોરબંદર જિલ્લાના માઘવપુર ગામ ખાતે 11 માર્ચે 'સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.


પોરબંદર, 10 માર્ચ (હિ.સ.) પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે 11 માર્ચ ના રોજ સવારે 09:00 થી સાંજે 05:00 કલાક દરમિયાન'સેવા સેતુ કાર્યક્રમ 2.0' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ સેવાસેતુ કાર્યક્રમ પંચાયત ઓફિસ,માધવપુર ખાતે યોજાશે જેમાં ગ્રામજનોને એક જ સ્થળેથી આધાર કાર્ડમાં સુધારા-વધારા, આયુષ્માન કાર્ડની કામગીરી, રેશન કાર્ડને લગતી સેવાઓ તેમજ વિધવા અને વિકલાંગ સહાય યોજનાની અરજીઓ સહિતની વિવિધ સરકારની સેવાઓ પૂરી પાડવામાં આવશે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં માધવપુર,મુળ-માઘવપુર, પાતા, ચિંગરીયા, મંડેર, કડછ,ગોરસર, મોચા, બળેજના ગ્રામજનોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande