રાજપીપલામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સંમેલનની ભવ્ય ઉજવણી
રાજપીપલા,10 માર્ચ (હિ.સ.) રાજપીપલાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે નર્મદા જિલ્લાની મહિલા શ્રેષ્ઠીઓ તથા દીકરીઓનું સન્માન અને વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવા અર્થે આ વર્ષની થીમ “Rights, Justice, Action for
રાજપીપલામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સંમેલનની ભવ્ય ઉજવણી


રાજપીપલા,10 માર્ચ (હિ.સ.) રાજપીપલાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે નર્મદા જિલ્લાની મહિલા શ્રેષ્ઠીઓ તથા દીકરીઓનું સન્માન અને વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવા અર્થે આ વર્ષની થીમ “Rights, Justice, Action for all Women and Girls” આધારિત ‘મહિલા સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાંદોદ પ્રાંત અધિકારી પરસનજીત કૌરે સૌને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, દીકરીઓને આગળ વધારવાની શરૂઆત ઘરથી જ થવી જોઈએ. દીકરીઓના વિકાસમાં માતા-પિતાનો મહત્વનો ફાળો હોય છે. દીકરીઓ શિક્ષિત બનીને માત્ર પોતાનું નહીં પરંતુ સમગ્ર સમાજનું પણ વિકાસ કરે છે. તેમણે દીકરા સમાન દીકરીને પણ પ્રાધાન્ય આપવાનો ખાસ અનુરોધ કર્યો હતો.

આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહત્વતા અંગે હાજર દીકરીઓ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.

કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વ્હાલી દીકરી યોજનાના મંજૂર હુકમ, દીકરી વધામણા કીટ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના મંજૂર હુકમ તથા મહિલા આર્થિક સ્વાવલંબન યોજનાના મંજૂર હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.

ઉપરાંત જિલ્લાના વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓ તેમજ શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, વારલી પેન્ટિંગ, સંપૂર્ણતા અભિયાન 2.0 તેમજ મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત સૌએ મુલાકાત લઈ માહિતી મેળવી હતી.

કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ અધિકારી જે. બી. પરમાર, સંબધિત અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં દીકરીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande