મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે 800 લાખના ખર્ચે જશાપર-જીવાપર રોડ પર બનનારા બ્રિજનું ખાતમુહૂર્ત
રાજકોટ,10 માર્ચ (હિ.સ.) ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ અંતર્ગત ભાદર નદી પર જશાપર-જીવાપર રસ્તે નવીન મેજર બ્રિજના કંસ્ટ્રક્શનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હ
મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે 800 લાખના ખર્ચે જશાપર-જીવાપર રોડ પર બનનારા બ્રિજનું ખાતમુહૂર્ત


રાજકોટ,10 માર્ચ (હિ.સ.) ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ અંતર્ગત ભાદર નદી પર જશાપર-જીવાપર રસ્તે નવીન મેજર બ્રિજના કંસ્ટ્રક્શનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજે 800 લાખના ખર્ચે બનનારા આ પુલના નિર્માણથી સ્થાનિક વાહનવ્યવહાર વધુ સુદ્રઢ બનશે અને ચોમાસા દરમિયાન પડતી હાલાકીનો કાયમી ઉકેલ આવશે.

રાજ્ય સરકાર છેવાડાના ગામડાઓને પાકા રસ્તા અને મજબૂત પુલની સુવિધા આપી, આધુનિક

આંતરમાળખાકીય સવલતો પૂરી પાડવા કટિબદ્ધ હોવાનું મંત્રીએ જણાવ્યું હતું છે. તેમજ મંત્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં વિકાસ કામોની ગુણવત્તા અને સમયમર્યાદા જાળવવા પર ભાર મૂક્યો હતો.

આ કાર્યક્રમમાં અગ્રણીઓ ચંકિત રામાણી, ભાવેશ વેકરીયા સહિત મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande