
પોરબંદર, 11 માર્ચ (હિ.સ.)પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમા રહેતા એક યુવાન સાથે જુનાગઢના સોની વેપારીએ રૂ.4 લાખની છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે ચાર વર્ષ પૂર્વે બનેલી ઘટનાની હવે ફરીયાદ નોંધાઈ છે.પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં રહેતા અને મજુરી કરામ કરતા સંજયભાઈ કલ્યાણજીભાઈ રાઠોડ નામના યુવાને વર્ષ 2022મા કડિયાપ્લોટમા વિસ્તારમાં આશાપુર જવેલર્સ નામની દુકાન ધરાવતા સોની વેપારી અર્જુન પાલા નામના સોની વેપારી પાસે દોઢ તોલાના સોનાના બે હાર બનાવાને કહ્યુ હતુ તેમણે સોનાના બે ચેઈન કિંમત રૂ,3,30,000 તથા રોકડા રૂ.70,000 મળી કુલ રૂ.4 લાખ રૂપીયા આપ્યા હતા પરંતુ સોની વેપારીએ સોનાના સેટ નહિં બનાવી આપી કુલ રૂ.4 લાખની છે૫રપીંડી કરી હોવાની ફરીયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમા નોંધાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya