અમદાવાદના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી સમયે મહિલા પર રેતી-કોંક્રિટના કોથળા પડ્યા,સારવાર માટે ખસેડાઈ
અમદાવાદ, 11 માર્ચ (હિ.સ) : અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી સમયે મહિલા પર રેતી-કોંક્રિટના કોથળા પડ્યા,સારવાર માટે ખસેડાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવા માટેની મંજૂરી આપવામાં
હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી સમયે મહિલા પર રેતી-કોંક્રિટના કોથળા પડ્યા


અમદાવાદ, 11 માર્ચ (હિ.સ) : અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી સમયે મહિલા પર રેતી-કોંક્રિટના કોથળા પડ્યા,સારવાર માટે ખસેડાઈ

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવા માટેની મંજૂરી આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે જે દરમિયાન આજે સાંજના સમયે હાટકેશ્વર બ્રિજની પાસે બ્રિજ તોડવા માટે નીચે રેતી- કોંક્રિટ કોથળા મૂકવામાં આવ્યા હતા જે કોથળાઓ એક સાથે નીચે પડ્યા હતા. બ્રિજની નીચે લારી લઈને ઊભેલી એક મહિલા ઉપર રેતી- કોંક્રિટના કોથળા પડ્યા હતા જેમાં મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી ઇજાગ્રસ્ત મહિલા દ્વારા ખોખરા પોલીસ સ્ટેશનમાં બ્રિજ તોડવાનો કોન્ટ્રાક્ટર રાખનાર જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ખોખરા વિસ્તારમાં રહેતા અને હાટકેશ્વર બ્રિજ પાસે આમલેટની લારી ધરાવતા શાંતિબેન યાદવ સાંજના સમયે હાટકેશ્વર બ્રિજ નીચે રજવાડી ચાની દુકાન સામે બ્રિજ તૂટતો હોવાથી મોટી માટી ભરેલી બોરીઓની થપ્પી ગોઠવવી હતી, જ્યાં નજીકમાં લારી ઉભી રાખી અને ધંધો કરતા હતાં.

સાંજના સાડા પાંચ વાગ્યાની આજુબાજુ રેતીની થેલીઓ એકાએક નીચે પડી હતી જેમાં શાંતિબેન દબાઈ ગયા હતા જેથી અન્ય લોકોએ ભેગા મળીને બોરી ખસેડી બહાર કાઢ્યા હતાં. રેતીની બોરી પડવાના કારણે તેમને બંને પગે ઇજા થઈ હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે બ્રિજ તોડવાનો કોન્ટ્રાક્ટ ધરાવનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તેમને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હાટકેશ્વર બ્રિજ તોડનાર કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પ્રકારે સલામતી માટેના કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા નહોતા. હાટકેશ્વર બ્રિજ નીચેનો રોડ સૌથી વ્યસ્ત રોડ ગણવામાં આવતો હોય છે ત્યારે આ રોડ બંધ કરી અને કામગીરી કરવી જરૂરી છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા રોડ બંધ કર્યા વિના જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવતા આ ઘટના બની છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા દુર્ઘટનાને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર બ્રિજની મુખ્ય સ્પાન ડિમોલિશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરીના ભાગરૂપે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ નીચેના વિસ્તારમાં સુરક્ષા માટે સેન્ડબેગ સ્ટેકિંગ તથા બેરિકેડિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન રાત્રિના સમયે કામગીરી કરવામાં આવી અને તે અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનને પૂર્વ જાણ કરવામાં આવી હતી. તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા પણ સ્થાનિક લોકોને પણ જાણ કરવામાં આવેલી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષા દૃષ્ટિએ ગાર્ડ પણ મુકવામાં આવ્યા હતા.

સુરક્ષા બેરીકેડિગ હોવા છતાં ત્યાંના કેટલાક સ્થાનિક ફેરિયાઓ દ્વારા જબરદસ્તીથી બેરિકેડિંગ કરેલા વિસ્તારમાં પ્રવેશ કરી અંદર ધંધો કરવાની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. આ દરમ્યાન તેઓ રેતી ભરેલા થેલા ઉપર ચડી ગયા હતા. આ થેલીઓ સંપૂર્ણ રીતે સ્થિર ન હોવાને કારણે તે અનબેલેન્સ થઈ પડી હતી.bજેના કારણે ધટના સર્જાઇ હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande