
જામનગર, 11 માર્ચ (હિ.સ.) :
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં ખાનગી કંપની દ્વારા ફીટ કરવામાં આવેલી જુદી જુદી 19 પવનચક્કીઓને નિશાન બનાવી લીધી હતી, અને તેમાંથી રૂૂપિયા1.82 લાખની કિંમતના કેબલની ચોરી કરી લઈ ગયા હતા. ઉપરોક્ત વાયર ચોરી કરવા માટે સક્રિય બનેલી તસ્કર ગેંગ ને પકડવા માટે પોલીસની ટીમેં તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના શેઠ વડાળા અને સડોદર તેમજ મેથાણ ગામના વિસ્તારમાં અલગ-અલગ 19 જેટલી પવનચક્કીના એરિયામાં કોઈ તસ્કરોએ ટ્રાન્સપોર્ટ ના અર્થીંગના કોપર કેબલની ચોરી કરી લઈ ગયા હતા, જેની અંદાજે કુલ કિંમત 1,82, 400 રૂૂપીયા જેટલી થાય છે. કોઈ ચોક્કસ ગેંગ દ્વારા આ વાયર ની ચોરી નું કારસ્તાન કરવામાં આવ્યું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. આ બનાવ અંગે કંપનીના સિક્યુરિટી વિભાગના ઇન્ચાર્જ જયેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ શેઠ વડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વાયર કટિંગ કરતી ગેંગની શોધ ખોળ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt