

પોરબંદર, 11 માર્ચ (હિ.સ.) : પોરબંદર જિલ્લા ભાજપમા નવા સંગઠન બાદ અસંતોષ થયોની ચર્ચા ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી તેવા સમયે આજે ભાજપ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા ભાજપના યુવાનો વચ્ચે જોરદાર ડખ્ખો થયો હોવાની ચર્ચા શરૂ થતા સ્થાનિક રાજકારણોમા આકરી ગરમી વચ્ચે ભારે ગરમાવો જોવા મળ્યો છે.
જોકે ભાજપના સુત્રોના જણાવ્યા અનુસાર માત્ર અફવા છે. આ પ્રકારની કોઈ ઘટના બની નથી પોરબંદર જીલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે આજે યુવા ભાજપના આગેવાનો એકત્રીત થયા હતા ત્યારે તે સમયે યુવા ભાજપના પ્રમુખ અને કાર્યકર વચ્ચે ડખ્ખો થયાની ચર્ચા જોવા મળી રહી છે. સામસામી ઘુસતાવાળી થયાની હોવાનુ પણ કહેવાય છે. આ વાત લાકડીયા તારની જેમ ફરતી થતા સ્થાનિક રાજકારણમા ભારે ચર્ચા જોવા મળી રહી છે. આ બનાવને પગલે ભાજપના આગેવાનોએ એવુ જણાવ્યુ હતુ કે આ માત્ર અફવા છે. પક્ષને બદનામ કરવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે.
તાજેતરમા પક્ષ સંગઠન મજબુત બની રહ્યુ છે. ત્યારે પક્ષને બદનામ કરવામા આવી રહ્યો છે. એવી ચર્ચા પણ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે કે ભાજપના નવા સંગઠન બાદ અસંતોષ જોવા મળ્યો હતો તેવા સમયે યુવા ભાજપમા ડખ્ખા થયાની ચર્ચાની પગલે ભાજપની મુશ્કેલી વધી હોવાનુ કહેવાય છે. જોકે ભાજપના આગેવાનો આ મુદે એવુ કહ્યુ છે કે માત્ર અફવા છે. પક્ષને બદનામ કરવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. ભાજપ કાર્યાલયમા આ પ્રકારની કોઇ ઘટના બની નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya