પોરબંદરના વાડીપ્લોટ વિસ્તારમાં જુગાર રમી રહેલ ચાર શખ્સો ઝડપાયા
પોરબંદર, 11 માર્ચ (હિ.સ.) : પોરબંદરના વાડીપ્લોટ વિસ્તારમાં જાહેરમા ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી ચાર જેટલા શખ્સોને ઝડપી લીધા હતા. પોરબંદરના વાડીપ્લોટ વિસ્તારમાં વાયરલેશ ઓફિસની પાછળ જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કમલાબાગ પોલીસ દરોડ
પોરબંદરના વાડીપ્લોટ વિસ્તારમાં જુગાર રમી રહેલ ચાર શખ્સો ઝડપાયા


પોરબંદર, 11 માર્ચ (હિ.સ.) : પોરબંદરના વાડીપ્લોટ વિસ્તારમાં જાહેરમા ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી ચાર જેટલા શખ્સોને ઝડપી લીધા હતા. પોરબંદરના વાડીપ્લોટ વિસ્તારમાં વાયરલેશ ઓફિસની પાછળ જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કમલાબાગ પોલીસ દરોડો પાડી જુગાર રમી રહેલા સંજય કારા ઓડેદારા, રામદે પુંજા સુંડાવદરા, તોગા લીલા સુંડાવદરા અને જયદિપ કારા ઓડેદરાને જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ.9800નો મુદામાલ કબ્જે કરી તેમની સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમા જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોધવામા આવ્યો હતો.

--------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande