વેરાવળ સરકારી આઈ.ટી.આઈ. ખાતે ભરતી મેળો યોજાયો, 75 રોજગારવાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી
ગીર સોમનાથ, 11 માર્ચ (હિ.સ.) : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ દ્વારા સરકારી આઈ.ટી.આઈ., વેરાવળ ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઓદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં ગીર સોમનાથ જિલ્લા
વેરાવળ સરકારી આઈ.ટી.આઈ. ખાતે ભરતી મેળો


ગીર સોમનાથ, 11 માર્ચ (હિ.સ.) : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ દ્વારા સરકારી આઈ.ટી.આઈ., વેરાવળ ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઓદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં ગીર સોમનાથ જિલ્લાના ૧૭૮૦થી વધુ ઉમેદવારોને ઈ-મેઈલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા મધ્યમથી ઇન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યાં હતાં. જેમાં કુલ ૮૯ ઉમેદવારો હાજર રહ્યાં હતાં.

આ ભરતી મેળામાં નોકરીદાતા ઈલેટ્રીફીકેશન એન્જિનિયર (નાયરા એનર્જી લી., દેવભૂમિ દ્વારિકા), જામનગર દેવ એન્ટરપ્રાઇઝ, કચ્છ (BKT ભુજ) તેમજ મહાવીર એન્ટરપ્રાઈઝ, રાજકોટના પ્રતિનિધિ હાજર રહ્યાં હતાં. તેઓ દ્વારા તેમના એકમ/સંસ્થા ખાતે ખાલી જગ્યા માટે ઇન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જેમાં હાજર રહેલા ૮૯ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે ૭૫ રોજગારવાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી અને તેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. તે ઉપરાંત, રોજગાર કચેરીના કાઉન્સેલર દ્વાર કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande