
પોરબંદર, 11 માર્ચ (હિ.સ.) : હોળી બાદ શિયાળાએ વિધવત રીતે વિદાય લઇ લીધી છે અને ઉનાળાનો પ્રારંભ થયો છે. પોરબંદર સહિત રાજયમા આકરી ગરમીનો પ્રારંભ થયો છે. તો પોરબંદરમા પણ આકારો તાપ પડી રહ્યો છે જેના કારણે લોકો અકળાઈ ઉઠયા છે.
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી હિટવેવની આગાહી કરવામા આવી છે પોરબંદરની વાત કરીએ તો મંગળવારે તપમાન 37 ડિગ્રી નોંધાયુ હતુ આકારો તાપ જોવા મળ્યો હતો તો આજે બુધવારે સવારથી આકરી ગરમી જોવા મળી હતી બપોરના બાર વાગ્યાથી આકારો તાપ જોવા મળ્યો હતો અને લોકોએ કામ વગર બહાર જવાનુ ટાળી રહ્યા છે તો ટોપી, ચશ્માનો સહારો લઇ રહ્યા છે. તો શેરડીનો રસ, લીંબુ સોડા સહિતના ઠંડા પીણાનો પણ સહારો લઇ રહ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે.ત્યા તોબા પોકારતી ગરમી પડી રહી છે.
હજુ આખો ઉનાળો બાકી છે.ત્યારે ગરમી ભુક્કા કાઢશે તેવુ લાગી રહ્યુ છે. ઉનાળની શરૂઆત થઈ છે ત્યારે રાત્રીના સમયે લોકો ગરમીથી રાહત મેળવા ચોપાટી ખાતે ઉમટી પડે છે. અને રાત્રીના સમયે આઈસ્ક્રીમ અને ઠંડા-ઠંડા ગોલાની પણ મજા માણવાનુ શરૂ કરી દીધુ છે. લોકોને આકારા ઉનાળાનો સામનો કરવો પડશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya