પાટણમાં “કેચ ધ રેઇન” અભિયાનને પ્રતિસાદ, ચાબખા ખેડૂતે હોલિયો બનાવી વરસાદી પાણી સંચયનું મોડેલ ઉભું કર્યું
મહેસાણા, 11 માર્ચ (હિ.સ.) પાટણ જિલ્લામાં વરસાદી પાણીના સંચય માટે સરકારના “કેચ ધ રેઇન” અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. “ખેતરનું પાણી ખેતરમાં અને સીમનું પાણી સીમમાં”ના અભિગમ સાથે ખેડૂતોને પાણી સંચય માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. હારીજ તા
પાટણમાં “કેચ ધ રેઇન” અભિયાનને પ્રતિસાદ, ચાબખા ખેડૂતે હોલિયો બનાવી વરસાદી પાણી સંચયનું મોડેલ ઉભું કર્યું


પાટણમાં “કેચ ધ રેઇન” અભિયાનને પ્રતિસાદ, ચાબખા ખેડૂતે હોલિયો બનાવી વરસાદી પાણી સંચયનું મોડેલ ઉભું કર્યું


મહેસાણા, 11 માર્ચ (હિ.સ.) પાટણ જિલ્લામાં વરસાદી પાણીના સંચય માટે સરકારના “કેચ ધ રેઇન” અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. “ખેતરનું પાણી ખેતરમાં અને સીમનું પાણી સીમમાં”ના અભિગમ સાથે ખેડૂતોને પાણી સંચય માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. હારીજ તાલુકાના ચાબખા ગામના ખેડૂત જયંતીભાઈ ભીખાભાઈ પ્રજાપતિએ પોતાના ખેતરમાં હોલિયો બનાવી વરસાદી પાણી સંચયનું અનોખું મોડેલ ઉભું કર્યું છે.

જયંતીભાઈએ પોતાના ખેતરમાં અંદાજે 20 થી 25 ફૂટ ઊંડો રિચાર્જ કૂવો, જેને સ્થાનિક ભાષામાં “હોલિયો” કહેવામાં આવે છે, તે બનાવ્યો છે. ચોમાસા દરમિયાન ખેતરમાં ભરાતું વરસાદી પાણી અથવા કેનાલનું વધારાનું પાણી આ હોલિયામાં ઉતરી જમીનમાં સમાઈ જાય છે. પરિણામે પાણીનો વ્યય અટકે છે અને ભૂગર્ભ જળસ્તર વધારવામાં મદદ મળે છે.

હોલિયો બનાવવામાં અંદાજે 10,000 થી 15,000 રૂપિયાનો ખર્ચ થાય છે. ખાડો ખોદી તેમાં પાઈપ મૂકીને કપચી ભરવામાં આવે છે, જેથી પાણી સરળતાથી જમીનમાં ઉતરી શકે. આ વ્યવસ્થાથી ઉનાળામાં પણ જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને પાકને એક-બે વખત પિયત આપવાની સુવિધા મળે છે.

જયંતીભાઈએ અન્ય ખેડૂતોને પણ પોતાના ખેતરમાં હોલિયો બનાવી વરસાદી પાણી સંચય કરવાની અપીલ કરી છે. પાટણ જિલ્લામાં આવા પ્રયાસો પાણી સંરક્ષણ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande