પોલીસ હેડક્વાર્ટરના પ્રવેશદ્વારે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે કાર્યવાહી
મહેસાણા, 11 માર્ચ (હિ.સ.) પોલીસ હેડક્વાર્ટરના મુખ્ય પ્રવેશદ્વાર પરથી પસાર થતી કાળા કાચ તથા નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. વાહન વ્યવહારના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ આ કાર્યવાહી
પોલીસ હેડક્વાર્ટરના પ્રવેશદ્વારે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે કાર્યવાહી


મહેસાણા, 11 માર્ચ (હિ.સ.) પોલીસ હેડક્વાર્ટરના મુખ્ય પ્રવેશદ્વાર પરથી પસાર થતી કાળા કાચ તથા નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. વાહન વ્યવહારના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ પોલીસ હેડક્વાર્ટરના મુખ્ય પ્રવેશદ્વાર પર ચેકિંગ દરમિયાન પોલીસ તેમજ સિવિલિયન સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતી કેટલીક ગાડીઓમાં નિયમોના ઉલ્લંઘન સામે આવ્યા હતા. જેમાં કાળા કાચ લગાવેલી તેમજ નંબર પ્લેટ વગરની ગાડીઓ જોવા મળતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આવી ગાડીઓના કાચ ઉતરાવવામાં આવ્યા હતા તેમજ નિયમ મુજબ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરવું દરેક માટે ફરજિયાત છે. સુરક્ષા અને પારદર્શિતાને ધ્યાનમાં રાખીને કાળા કાચ તથા નંબર પ્લેટ વગર વાહન ચલાવવું કાયદેસર ગુનો ગણાય છે. તેથી આવી ગાડીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.

પોલીસ દ્વારા ભવિષ્યમાં પણ આવા ચેકિંગ અભિયાન ચાલુ રાખવામાં આવશે તેમજ તમામ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande